1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
  4. pm narendra modi says fatality rate due to coronavirus lowest in india

કોરોનાના વધતા કેસ પર બોલ્યા PM મોદી - ટેસ્ટિંગ અને વેક્સીનેશનની ટકાવારી વધારવી પડશે

કોરોના
કોરોના વાયરસ સંક્રમણના વધતા જતા કેસ અને વેક્સીનેશનને લઈને બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત એવા દેશમાં સામેલ છે જ્યાં મૃત્યુ દર ખૂબ જ ઓછો છે. મુખ્યમંત્રીઓની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 'ભારતમાં કોરોનાના 96 ટકાથી વધુ કેસ રિકવર થઈ ચુક્યા છે.  ભારત એ દેશોમાંથી એક છે જયા કોરોનાથી મૃત્યુ સરેરાશથી પણ ખૂબ ઓછો છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે કોરોનાની બીજી લહેર રોકવી પડશે. આ માટે આપણે ઝડપી નિર્ણાયક પગલા લેવા પડશે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકોને ઝડપી સમસ્યાઓથી રાહત મળે તે માટે અમારે ઝડપી પગલા લેવા પડશે. આપણે આપણા પાછલા અનુભવોને આધારે કામ કરવું પડશે.

\
 
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'ઘણા જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ વધી ગયુ છે.  જે અત્યાર સુધી સલામત ઝોન હતા. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, 70 જિલ્લાઓમાં કોરોના કેસોમાં 150% નો વધારો થયો છે. જો આપણે અહીં કોરોના ચેપ રોકી શકતા નથી, તો પરિસ્થિતિ ફરીથી વણસી શકે છે અને દેશભરમાં કોરોના કેસોમાં વધારો થઈ શકે છે
 
આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચિંતાની વાત છે કે કેટલાક વિસ્તારોમાં ટેસ્ટિંગ  કેમ ઓછું આવે છે? કેટલાક વિસ્તારોમાં વેક્શીનેશન  કેમ ઓછું થયું છે? આ તે સમય છે જ્યારે સુશાસનની કસોટી થશે. આપણો આત્મવિશ્વાસ અતિઆત્મવિશ્વાસમાં ન ફેરવવો જોઈએ. આપણી સફળતા કોરોનાના ખતરાને અવગણીને નકામી  સાબિત થઈ શકે છે.
આગળનો લેખ
ઘૂંટણિયેથી ફાટેલી જીન્સ પહેરીને શુ મેસેજ આપી રહી છે છોકરીઓ ?