બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 માર્ચ 2021 (15:03 IST)

અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતિ હોવા છતાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર પારુબેન પઢારે પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપે બહુમતિ મેળવી છે. પરંતુ પંચાયતમાં પ્રમુખ કોંગ્રેસ પાર્ટીના બનશે. સમગ્ર ગુજરાતની 31 જિલ્લા પંચાયતોમાં ભાજપે બહુમતિ મેળવી છે. જેમાં કોંગ્રેસને એક પણ જિલ્લા પંચાયતમાં સત્તા પ્રાપ્ત થઈ નથી. ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયત એક એવી પંચાયત છે. જેમાં ભાજપની બહુમતિ હોવા છતાં પ્રમુખ કોંગ્રેસના બનશે. આજે કોંગ્રેસના મહિલા ઉમેદવાર પારુબેન પઢારે જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું હતું.

જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપના રમેશ મકવાણાએ ફોર્મ ભર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ તેમનું ફોર્મ ચેક કરીને સ્વીકાર્યું હતું. ગુરુવારે કલેક્ટરની અધ્યક્ષતામાં મળમારી સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત કારોબારી ચેરમેનની જાહેરાત કરાશે.DDO અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આજે પ્રમુખ, ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બપોરે 2 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે એક- એક ઉમેદવારના ફોર્મ આવ્યા છે. આવતીકાલે સામાન્ય સભામાં કલેક્ટર જાહેરાત કરશે.જિલ્લા પંચાયતની તમામ બેઠક ભાજપે જીતી છે પરંતુ પ્રમુખ કોંગ્રેસના જ બનશે કારણ કે અમદાવાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ મહિલા એસટી પદનું છે. ભાજપના કોઈ એસટી મહિલા ઉમેદવાર જીત્યા નથી. જેને કારણે કોંગ્રેસના પારૂબેન પ્રમુખ બનશે. શાહપુર બેઠક પરથી પારૂબેન અંબારામભાઇ પઢારને 9018 મત મળ્યા હતા.અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી 3 બેઠક બિન હરીફ થઇ હતી. 27 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. માત્ર ગલસાણાં, માણકોલ, શાહપુર અને વિરોચનનગર બેઠકમાં કોંગ્રેસની જીત થઈ છે. 2015ની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી 16 ભાજપને જ્યારે કોંગ્રેસને 17 બેઠક મળી હતી. એક બેઠક બિન હરીફ રહી હતી.