બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 માર્ચ 2021 (13:09 IST)

પાર્કિંગના વિવાદમાં પુત્ર બન્યો હેવાન, વૃદ્ધ મા ને મારી થપ્પડ, ઘટના સ્થળ પર જ મોત

એવુ  કહેવાય છેકે આ દુનિયામાં માણસ માટે સૌથી મોટો આશીર્વાદ હોય છે.  માતાને ઈશ્વરનુ બીજુ રૂપ માનવામાં આવે છે. મા ના પગમાં સ્વર્ગની વાત તો આપણે બધા સાંભળીએ છીએ. પણ એવી સંતાન વિશે તમે શુ કહેશો જે માતાના મોતનુ કારણ બની જઆય. મા પર હાથ ઉઠાવે અને પોતાની માતાને જ મોતની નિદ્રામાં પોઢાવી દે. જી હા આવો જ મામલો દિલ્હીમાં બન્યો છે. જ્યા એક કળયુગી પુત્રએ પોતાની વૃદ્ધ માતાને એટલી જોરથી થપ્પડ મારી કે તેનુ મોત થઈ ગયુ. 

 
ઘટના ગયા સોમવારની છે. બઓરે 12 વાગ્યે દિલ્હી પોલીસની પીસીઆરને બિંદાપુર વિસ્તારમાંથી ઝગડાની સૂચના મળી. સૂચના મળતા જ બિંદાપુર પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોચી. પોલીસને કૉલ કરનારી 38 વર્ષીય મહિલા સુધારાએ જણાવ્યુ કે ગ્રાઉંડ પર રહેનારી મહિલા અવતાર કૌર સાથે પાર્કિંગને લઈને વિવાદ થયો હતો પણ પછી અમે મામલો ઉકેલી લીધો. 
 
સુધારા નામની એ મહિલાએ પોલીસને જણાવ્યુ કે તેની આગળ મામલો ન વધ્યો. મહિલાની વાત સાંભળીને પોલીસ ત્યાથી પરત જતી રહી.  પોલીસના ગયા પછી ગ્રાઉંડ ફ્લોર પર રહેનારી વડીલ મહિલા સઆથે ફરીથી એ મહિલા અને તેના પતિનો વિવાદ થઈ ગયો.  તેમની વચ્ચે બોલચાલ થવા માંડી. 
 
એ વડીલ મહિલા અવતાર કૌર ઉપરના માળે રહેનારા વ્યક્તિની માતા હતી. પાર્કિંગને લઈને વડીલ મહિલાનો પોતાના પુત્ર રણબીર અને વહુ સાથે ઝગડો થઈ રહ્યો હતો. તેમની વચ્ચે ફરી વિવાદ થવઆ માંડ્યો. આ વિવાદ દરમિયાન પુત્રએ રણબીરે પોતાની વૃદ્ધ માતાને થપ્પડ મારી દીધી. થપ્પડ મારતા જ તેની વૃદ્ધ માતા જમીન પર ઢળી પડી. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી. 
 
આ સમગ્ર ઘટના ત્યા લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. દિલ્હી પોલીસના મુજબ હોસ્પિટલ મા મૃત, અવતાર કૌરની MLC નહોતી થઈ અને ન તો આ ઝગડા વિશે પોલીસને કોઈ સૂચના મળી હતી.  પણ આ ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી દિલ્હી પોલીસે આ મામલાને સંજ્ઞાન લેતા આરોપી પુત્ર વિરુદ્ધ આઈપીસીની ધારા 304ના હેઠળ કેસ નોંધી લીધો છે.