રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 માર્ચ 2021 (08:22 IST)

માહિતી નિયામક કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષાની તારીખો જાહેર

માહિતી અને પ્રસારણ વિભાગ હસ્તકની માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા આગામી ૧૦ એપ્રિલ, ૨૦૨૧ના રોજ યોજાશે તેમ માહિતી અને પ્રસારણ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
 
યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ નાયબ માહિતી નિયામક (વર્ગ-૧), સહાયક માહિતી નિયામક (વર્ગ-૨), સિનિયર સબ-એડિટર(વર્ગ-૩) તથા માહિતી મદદનીશ (વર્ગ-૩) એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે 2/20-21 અને 1/20-21, તારીખ: ૨૨/૦૧/૨૦૨૧ના રોજ બહાર પાડવામાં આવી હતી.
 
ઉપરોક્ત જાહેરાત સંદર્ભે આગામી તા. ૧૦ એપ્રિલ-૨૦૨૧ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે નાયબ માહિતી નિયામક (વર્ગ-૧), સહાયક માહિતી નિયામક (વર્ગ-૨, સંપાદન)ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે.
 
એ જ રીતે તા. ૧૦ એપ્રિલ-૨૦૨૧ના રોજ બપોરે 03:00 કલાકે સિનિયર સબ-એડિટર (વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3)ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે, જેની નોંધ લેવા તમામ ઉમેદવારોને જણાવવામાં આવ્યુ છે. પરીક્ષાના સ્થળ તથા કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.