ગુરુવાર, 5 માર્ચ 2026
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ સમાચાર
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 28 નવેમ્બર 2025 (12:48 IST)

ચેતેશ્વર પુજારાના સાળાએ કર્યુ સુસાઈડ, આત્મહત્યાનુ કારણ જાણીને ચોંકી જશો, જાણો સમગ્ર મામલો

cheteshwar pujara brother in law death
ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિખભાઈ પાબરીએ આત્મહત્યા કરી લીધી છે. તેણે ફાંસી લગાવીને પોતાનો જીવ લઈ લીધો . જ્યારબાદ પાબરી પરિવાર શોકમાં ડૂબી ગયો છે.  પાબારીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. 26 નવેમ્બર, 2025 ના રોજ, જીત પાબરીની પૂર્વ મંગેતરે માલવિય નગર પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી. જેના થોડા કલાકો પછી તેણે આત્મહત્યા કરી લીધી.
 
જીત પાબારીની ભૂતપૂર્વ મંગેતરે આરોપ લગાવ્યો હતો કે જીતે તેની સાથે લગ્ન કરવાનું વચન આપીને બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે સગાઈ પછી તેમના સંબંધો બંધાયા હતા અને પછી સગાઈ તોડી નાખી હતી. ચેતેશ્વર પૂજારાના સાસરિયાઓ મૂળ જામજોધપુરના છે, પરંતુ તેમનો પરિવાર છેલ્લા 20 વર્ષથી રાજકોટમાં રહે છે. પરિવાર કપાસની જીનિંગ ફેક્ટરી ધરાવે છે.
 
ચેતેશ્વર પૂજારાની પત્ની પૂજા છે, જેનો એક નાનો ભાઈ અને એક નાની બહેન છે. પૂજાનો જન્મ ગોંડલમાં થયો હતો અને તેણે આબુની સોફિયા સ્કૂલમાં 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો, ત્યારબાદ તેણે 11મા અને 12મા ધોરણનો અભ્યાસ અમદાવાદમાં પૂર્ણ કર્યો હતો. તેણે મુંબઈમાંથી અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
 
ચેતેશ્વર પુજારાની વાત કરીએ તો એ પોતે રાજકોટના છે. તેમણે આ જ વર્ષે ઓગસ્ટમાં ક્રિકેટના બધા પ્રારૂપોમાંથી સંન્યાસ લીધો હતો. તેમને છેલ્લી મેચ 2003 માં ભારતીય ટીમ માટે ક્રિકેટ મેચ રમી હતી.