સંબંધિત સમાચાર
- ભારતીય વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ નિવૃત્ત થયો 17 વર્ષની ઉમરમાં કર્યુ હતું ડેબ્યુ
- IND vs ENG 4th T20: અંતિમ બોલ સુધી રોમાંચક બનેલી મેચ ભારતે 8 રને જીતી, સીરીઝ 2-2 ની બરાબરી પર
- વિરાટ કોહલીની ટીમ પાસે ઓલ-ટાઇમ ગ્રેટ ટીમ બનવાની તક: સુનીલ ગાવસ્કર
- ટી-20 મેચના રીફંડની પ્રક્રિયા માર્ચ આજથી શરૂ થશે, જાણો શું છે પ્રક્રિયા
- IND vs ENG: વિરાટ કોહલીની હાફસેંચુરી પર ભારે પડી જોસ બટલરની ફાસ્ટ રમત, ભારત શ્રેણીમાં 1-2 થી પાછળ
ચેન્નઇ અને દિલ્હીની ધીમી પીચો પર રમવાથી મુંબઇને કોઇ નુકસાન નહી: પાર્થિવ પટેલ
સ્ટાર સ્પોર્ટસના શો ક્રિકેટ કનેક્ટેડમાં ખાસ વાતચિત કરતાં ભારતીય ટીમના ભૂતપૂર્વ વિકેટ કીપર પાર્થિવ પટેલે મુંબઈ ઈન્ડીયન્સે તેમની પહેલી ૯ ગેમ, ચેન્નાઈ અને દિલ્હીની ટ્રેક ઉપર સ્લો અને લો રમત અંગે વાત કરતાં જણાવ્યુ હતું કે “મને લાગતુ નથી કે આવી રમત મુંબઈ ઈન્ડીયન્સ માટે નુકશાનકારક નિવડશે.
કારણ કે મેં મુંબઈ ઈન્ડીયન્સની ટીમને ગયા વર્ષે રમતાં જોઈ છે. એમાં નોંધ લેવા જેવી એક બાબત એ હતી કે તેમની પાસે કોઈ અનુભવી સ્પીનર ન હતો. તેમની પાસે કૃણાલ પંડયા અને રાહૂલ ચહર હતા, પરંતુ તેમેને કોઈ અનુભવી વ્યક્તિની જરૂર હતી. અને એમણે કૈક એવો જ નિર્ણય આ વખતના ઓકશનમાં કર્યો છે. તે ખૂબ જ અનુભવી પિયુષ ચાવલાને લઈ આવ્યા છે.
તે જાણે છે કે ચેન્નાઈની ધીમી અને લૉ વિકેટસ ઉપર કેવી બૉલિંગ કરવી જોઈએ. આ રીતે મુંબઈ ઈન્ડીયન્સે તમામ પાયાની બાબતો આવરી લીધી છે. હવે એ બાબત ઉપર આધાર રહેશે કે તેમણે ક્યાં રમવાનુ છે, કે જેથી તેમને કોઈ ગેરલાભ થાય નહી ચેમ્પિયન્સ કૈંક આવુ જ કરતા હોય છે. ટુર્નામેન્ટમાં વિજય હાંસલ કર્યા પછી પણ તે પોતાની ઉણપો ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે અને મુંબઈ ઈન્ડિયન્સએ એવુ જ કર્યુ છે. ”
