1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર

ભારતીયટીમની મજબૂતી

ભારતીયટીમની મજબૂતી
સૌરવ ગાંગુલી,સચિન તેન્દુલકર,કેપ્ટન રાહુલ દ્રવિડ અને દિનેશ કાર્તિકેયે અર્ધશતકની મદદથી ભારતે બાંગ્લાદેશ વિરૂધ્ધ આજે પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં શરૂઆતના દિવસમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને 295 રન બનાવ્યાં હતાં.

પ્રથમ દિવસની રમત પૂર્ણ થતાં માસ્ટર બ્લાસ્ટર 80 રન પર અને ગાંગુલી 82 રન પર રમી રહ્યાં હતાં. તેન્દુલકરે 132 બોલમાં સાત ચોક્કાની સદી તરફ પગલાં માંડ્યાં છે પરંતુ ગાંગુલી કંઇક આક્રમક મૂડમાં દેખાતા હતાં.તેમને 132 બોલમાં 2 છક્કા 10 ચોક્કા ની મદદથી 82 રન બનાવ્યાં હતાં.

આના પહેલાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.પરંતુ તેમની શરૂઆત ખરાબ રહી હતી.પરંતુ શરૂઆત ખરાબ રહી હતી.ઓપનર બેસ્ટમેન વસીમ જાફર ફાસ્ટર બોલર મશરફે મુર્તુઝાની બોલ પર શૂન્યના સ્કોર પર આઉટ થઇ ગયાં હતાં.ત્યારબાદ કેપ્ટન રાહુલ દ્રવિડ અને કાર્તિકેયે મોર્ચો સંભાળ્યો હતો.
About Writer
વાર્તા