1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર

હરભજને માંગી માફી

હરભજને માંગી માફી
એક ટીવી રિયાલીટી શોમાં રાવણની ભૂમિકામાં નૃત્ય કરવા બદલ થયેલા કેસમાં સોમવારે હરભજનસિંહે માફી માંગી હતી. તેમણે એવી ખાતરી આપી હતી કે હવે પછી એવું કોઈ કાર્ય નહી કરૂ જેનાથી કોઈપણ સમુદાયની ધાર્મિક લાગણી દુભાય.

હરભજને જણાવ્યુ હતુ કે મારાથી કોઈને દુઃખ પહોચ્યુ હોય તો હું તેની માફી માંગુ છું.

ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ મેચ રમી રહેલા ભારતીય ઓફ સ્પિનર હરભજનસિંહે મીડિયા સામે ખુલાસો કર્યો કે આવી ભૂલનું પૂનરાવર્તન ન થાય તેની હું કાળજી રાખીશ.