Webdunia - Bharat's app for daily news and videos

Install App

Twisha Sharma Insta Chat: 'હું ફસાઈ ગઈ છું છુ યાર, તુ ના ફંસાઈશ... ' ટ્વિશા શર્માનો પોતાની બહેનપણીને છેલ્લો મેસેજ, સુસાઈડ પહેલા બતાવ્યુ દુ:ખ

વેબદુનિયા ન્યુઝ ટીમ
સોમવાર, 18 મે 2026 (11:37 IST)
twisha sharma bhopal death case
Twisha Sharma Instagram Chat: ભોપાલમાં ટ્વિશા શર્માની શંકાસ્પદ મોતનો મામલો સતત એક કોયડો બનતો જઈ રહ્યો છે હવે આ મામલે ટ્વિશાનો અંતિમ ઈસ્ટાગ્રામ મેસેજ સામે આવ્યો છે, જે તેણે પોતાના મોતના થોડા દિવસ પહેલા પોતાની મિત્ર મીનાક્ષીને મોકલ્યો હતો. આ ચેટ્સમાં ટ્વિશાએ પોતાની મિત્રને લગ્ન ન કરવાની ભલામણ કરી હતી.   
ALSO READ: ઓક્સિજન પણ જીવલેણ હોઈ શકે છે! માલદીવમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે પાંચ લોકોના મોત થયા

ટ્વિશા શર્માની અંતિમ ઈસ્ટાગ્રામ ચૈટ 

ફાંસી પર લટકવાના થોડા દિવસ પહેલા ટ્વિશાએ પોતાની બહેનપણી મીનાક્ષીને પોતાનુ દુખ શેયર કર્યુ હતુ. આ ચેટમાં ટ્વિશાનુ દુખ સ્પષ્ટ દેખાય રહ્યુ છે.  તેણે ઇન્સ્ટાગ્રામ ચેટમાં લખ્યું, "હું ફસાઈ ગઈ છું, યાર... તુ ના ફસાઈશ. હું વધારે વાત કરી શકતી નથી. યોગ્ય સમય આવે ત્યારે હું તને ફોન કરીશ." દરમિયાન, ચિંતિત મીનાક્ષીએ ટ્વિશાની ચેટ વાંચીને જવાબ આપ્યો, "મને તારી ચિંતા છે. હું તને ખૂબ પ્રેમ કરું છું."
 

માતાપિતાને છેલ્લો સંદેશ: બચાવવા માટે વિનંતી  

આ ચેટ સ્પષ્ટપણે દર્શાવે છે કે ડિસેમ્બર 2025 માં વકીલ સમર્થ સિંહ સાથે લગ્ન કર્યા પછી ટ્વિશા ભારે માનસિક અને શારીરિક તણાવમાંથી પસાર થઈ રહી હતી. આ પહેલા  ટ્વિશા શર્માની વોટ્સએપ ચેટ, જે તેણીએ તેના મૃત્યુના પાંચ દિવસ પહેલા જ તેના માતા અને પિતાને મોકલી હતી, તે સામે આવી હતી.
ALSO READ: સાસારામથી પટના જઈ રહેલી ટ્રેનમાં લાગી ભીષણ આગ, રેલવે સ્ટેશન પર મચી અફરા-તફરી, જુઓ VIDEO
<

मध्य प्रदेश –
भोपाल में रिटायर जज गिरिबाला सिंह की पुत्रवधू ट्विशा शर्मा की 11 मई की रात मौत हो गई। शव फांसी से लटका मिला। दिसंबर 25 में ट्विशा की शादी हुई थी।

फैमिली का ससुरालवालों पर प्रताड़ित करने का आरोप है। इस केस में आरोपी पूर्व जज को कोर्ट से एंटी सिपेटरी बेल मिल गई है।… pic.twitter.com/0UhMjzMpTK

— Sachin Gupta (@Sachingupta) May 18, 2026 >
 
ટ્વિશાએ ​​લખ્યું, "હું ખૂબ જ પરેશાન છું. આ લોકો ખૂબ જ ખરાબ છે. શંકા કરે છે. સમર્થ પૂછે છે કે તારા પેટમા કોનુ બાળક છે.  મને આવીને લઈ જાવ. આ લોકો મને જીવવા નહીં દે." આ ચેટમાં, ટ્વિશાએ ​​તેના સાસરિયાના ઘરે થયેલા માનસિક અને શારીરિક શોષણની ભયાનક વાત બતાવી.
 

પાંચ મહિના પહેલા થયા હતા લગ્ન 

 
ડિસેમ્બર 2025 માં, નોઈડાની રહેવાસી ટ્વિશા શર્માએ ભોપાલના નિવૃત્ત ન્યાયાધીશ ગિરીબાલા સિંહના પુત્ર વકીલ સમર્થ સિંહ સાથે લગ્ન કર્યા. બંને મેટ્રિમોનિયલ સાઇટ અને ડેટિંગ એપ દ્વારા મળ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ, લગ્ન પછીના શરૂઆતના થોડા મહિનાઓ સુધી બધું સામાન્ય રહ્યું, પરંતુ ધીમે ધીમે ટ્વિશા માનસિક અને શારીરિક શોષણનો ભોગ બની. લગ્નના થોડા સમય પછી, ટ્વિશાનું ગર્ભપાત થયું. 12 મે, 2026 ની રાત્રે, તેનો મૃતદેહ તેના કટારા હિલ્સના ઘરમાં ફાંસીથી લટકતો મળી આવ્યો.
 
ટૂંકા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારી વાત બહાર આવી છે કે ટ્વિશાનું મોત ભલે ફાંસીથી થયું હોઈ શકે, પરંતુ તેના શરીર પર અનેક ઈજાઓ મળી આવી છે.
 

ટ્વિશાનો મૃતદેહ ભોપાલ એઈમ્સના શબઘરમાં રાખવામાં આવ્યો છે 

 
ટ્વિશાનો મૃતદેહ છેલ્લા સાત દિવસથી ભોપાલ એઈમ્સના શબઘરમાં રાખવામાં આવ્યો છે અને હવે તે સડવા લાગ્યો છે. વહીવટીતંત્રનું કહેવું છે કે કોર્ટનો આદેશ ન મળે ત્યાં સુધી બીજું પોસ્ટમોર્ટમ કરી શકાતું નથી. દરમિયાન, ન્યાયની માંગણી સાથે નોઈડાથી ભોપાલ આવેલા તેના માતા-પિતા અને ભાઈએ મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર ધરણા કર્યા અને જોરદાર પ્રદર્શન કર્યું. વિરોધ પ્રદર્શન બાદ, મૃતકના પિતા અને ભાઈએ મુખ્યમંત્રીના OSD ને મળ્યા. તેમણે જણાવ્યું કે તેમની બે માંગણીઓ છે: દિલ્હીના AIIMS ખાતે બીજી પોસ્ટમોર્ટમ તપાસ અને ટ્રાયલ બીજા રાજ્યમાં થવી જોઈએ.
 
કેસની ગંભીરતા અને વધતા VIP દબાણને ધ્યાનમાં રાખીને, ભોપાલ પોલીસે નિવૃત્ત ન્યાયાધીશ ગિરીબાલા સિંહ અને તેમના વકીલ પુત્ર સમર્થ સિંહ સામેના આરોપોની તપાસ માટે છ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

હાર્દિક પંડ્યા બીજીવાર કરશે લગ્ન, 22 મે ના રોજ પોતાનાથી 8 વર્ષ નાની માહિકા સાથે કરશે લગ્ન

કૂતરા પાળી લો .. અભિનેત્રીએ લગ્ન અને બાળકોના પ્રેશર પર યુવતીઓને આપી વિચિત્ર સલાહ, પોતે છે બે પુત્રોની મા

ગુજરાતી જોક્સ - મારુ ફોન નંબર છે

Gujarati jokes husband wife- હંસવાનો ચાલુ રાખો બેસ્ટ જોક્સ

Shani Shingnapur Mandir: એક એવું ગામ જ્યાં ઘરોના મુખ્ય દરવાજા બંધ નથી હોતા, બેંકોને પણ ક્યારેય તાળા લાગતા નથી

આગળનો લેખ
Show comments