ઋતુનો રાજા વસંત
|
મહર્ષિ વાલ્મીકિના રામાયણમાં વસંત એકદમ સુંદર અને મનને હરનારુ ચિત્રણ કરવામાં આવ્યુ છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં 'ઋતુના કુસુમાકર' કઈને ઋતુરાજ વસંતને પોતાની વિભૂતિ માની છે. કવિવર જયદેવ તો વસંતનુ વર્ણન કરતા થાકતાં જ નથી.
માનવીને પોતાનો અસ્વસ્થ દેહ સ્વસ્થ બનાવવા માટે પ્રકૃતિના સાનિધ્યમાં જવુ જોઈએ. કુદરતમાં એક અનોખો જાદુ છે જે માનવને બધી વેદનાઓથી મુક્તિ આપે છે. કુદરતના સાનિધ્યમાં જો સતત રહીએ તો માનવીના જીવન પર તેની ઉંડી અસર પડે છે, જેની અસર લાંબા સમય સુધી જોવા મળે છે.
જીવનમાં જો પ્રભુનો સ્પર્શ હોય તો, માનવીનુ જીવન બદલાય જાય. જીવનમાં વસંત ખીલી ઉઠે, જીવનન દુ:ખ, દરિદ્ર ક્ષણમાં દૂર થઈ જાય. જે જીવનમાં પ્રભુનો સ્પર્શ હોય છે તે જીવનમાં કાયમ એક જ ઋતુ હોય છે અને તે છે વસંત. અને પ્રભુ સ્પર્શી જીવનમાં એક જ અવસ્થા હંમેશા રહે છે અને તે છે યૌવન.
કુદરતના સાનિધ્યથી માનવના શરીરમાં સ્ફૂર્તિ, મનમાં ઉલ્લાસ, બુધ્ધિમાં પ્રસન્નતા અને હૃદયમાં ચેતના પ્રગટ થાય છે. સમગ્ર દુનિયા તેને સુમધુર લાગે છે. કુદરતના અનુપમ સુંદરતાનુ પાન કરવામાં માનવીને બે આંખો પણ ઓછી લાગે છે. આ મધુરતાનુ પાન કરવા માટે કદાચ મનુષ્ય લગ્ન કરીને બીજી બે આંખ મેળવી લેતો હશે. કુદરતની સુંદરતા અને યૌવનની રસિકતાનો જ્યાં સંગંમ હોય ત્યાં નિરાશા, નીરસતામ નિષ્ક્રિયતા જેવી વાતોને સ્થાન કેવી રીતે મળે ?
વસંતનો ઉત્સવ અમર આશાવાદનુ પ્રતીક છે. વસંતનો સાચો પૂજારી જીવનમાં કદી નિરાશ નથી થતો. પાનખરમાં જેવી રીતે વૃક્ષના પાંદડા ખરી પડે છે તેવી રીતે તે પોતાના જીવનની નિરાશાને ખંખેરી નાખે છે. નિરાશાથી ઘેરાયેલા જીવનમાં વસંત આશાનો સંદેશો લાવે છે. વરસાદ વગર સૃષ્ટિને પુન: નવપલ્લવિત કરવાનો પ્રભુનો ચમત્કાર વસંતમાં સાકાર થતો જોવા મળે છે.
સાચા મહાપુરુષના જીવનમાં આશાને સિધ્ધિમાં પલટવાની સાધનાનુ બહુ મહત્વ હોય છે. તે ફક્ત કલ્પનાઓમાં મગ્ન એવુ સ્વપ્નશીલ નથી હોતો અને વાસ્તવિક જીવનાથી જરા પણ ઉપર ન દેખાય એટલો જડ પણ નથી હોતો. જીવન અને વસંતને જેણે એકરૂપ કર્યુ છે, એવા માનવને અમારી સંસ્કૃતિ સંત કહીને બોલાવે છે. જે જીવનમાં વસંત લાવે એ જ સંત.
યૌવનમાં સંયમ, આશા અને સિધ્ધિ, કલ્પના અને વાસ્તવ, જીવન અને કવન, ભક્તિ અને શક્તિ, સર્જન અને વિસર્જન આ બધાનો સમંવય કરનારા અને જીવનમાં સૌદર્ય, સંગીત અને સ્નેહનુ નિર્માણ કરનારા અને જીવનમા સૌદર્ય, સંગીત અને સ્નેહનુ નિર્માણ કરનારા વસંત અમારા જીવનમાં સાકાર બને, ત્યારેજ અમે વસંતના વૈભવને માણ્યો છે અને પચાવ્યો છે એવુ કહેવાશે.
વસંત પંચમીનો ઉત્સવ મદનોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ આ ઉત્સવના અધિદેવતા છે. આ પ્રસંગે વજ્રભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણા અને રાધાના આનંદ-વિનોદનું ઉત્સવ મુખ્ય રૂપથી ઉજવવામાં આવે છે. આ દિવસે માઁ સરસ્વતીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. નાના બાળકોને અક્ષરજ્ઞાન આપવાની શરૂઆત કરવાનો આ શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે પિતૃ તર્પણ અને બ્રાહ્મણ ભોજન કરવુ એ પણ શાસ્ત્રો મુજબ ઉપયુક્ત છે. આ દિવસે વસંતના સહચર કામદેવ અને રતિની પણ પૂજા કરવામાં આવે છે.
આ દિવસે કહેવાય છે કે કામિની અને કાનનમાં એની જાતે જ યૌવન ફૂટી નીકળે છે. આ દિવસે ખેડૂત નવા અનાજમાં ઘી અને ગોળ મેળવીને અગ્નિ અને પિતૃ તર્પણ કરે છે.