1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુતહેવારો

ગણેશજીના વિવિધ સ્વરૂપ

ગણેશજીના વિવિધ સ્વરૂપ
અનંત,અનાદિ, બ્રહ્માંડ નાયક, દૈત્યાસુર નાશક, લાભ-વિજય-સમૃધ્ધિ આપનાર, વિધ્નહર્તા, બ્રહ્મા-વિષ્ણુ-મહેશના સાક્ષાત રૂપ,પ્રચંડ તેજવાળા શ્રી ગણેશે સૃષ્ટિ પ્રારંભ થવાથી માંડીને અત્યાર સુધી એટલા અવતાર લઈ ચૂક્યાં છે કે તેમની લીલાઓનું વર્ણન કરવામાં સો વર્ષની આયુ પણ ઓછી પડશે. 'ગણેશ'ના અનેક અવતરણોમાં થી કતિપય મુખ્ય છે. તેમના મુખ્ય અવતારોમાં નિમ્ન અવતાર પ્રખ્યાત છે.

- વક્રતુંડ - લંબોદર
- એકદંત - વિકટ
- મહોદર - વિધ્નરાજ
- ગજાનન - ધૂમ્રવર્ણ

ભગવાન ગણેશના ઉપર જણાવેલા મુખ્ય આઠ અવતારોની સંપૂર્ણ લીલાઓના ગુણગાન કરવામા અમારી ઉંમર પણ ઓછી પડશે. અમે આ લેખમાં ગણેશના વક્રતુંડ અવતારની સંક્ષેપમાં પુરાણોમાં વર્ણવેલી કથાનું વર્ણન કરીને, તેમાં રહેલા આધ્યાત્મિક તત્વોના જ્ઞાનની શોધખોળ કરવાની કોશિશ કરીશું. સૂક્ષ્મ શોધમાં તો આ માનવ જીવન વ્યતિત જ થઈ જશે. જો ભગવાન ગણેશની અપ્રતિમ કૃપાથી વક્રતુંડનુ સ્થૂળ રહસ્ય પણ સમજમાં આવી જશે. તો અમારું જીવન કૃત્ય કૃત્ય થઈ જશે.

આપણે નીચેનામાંથી બે વિભાગોમાં શ્રી ગણેશના અવતારોનું અધ્યયન કરીશુ.

- જુની કથા અને વર્ણન
- તેમાં રહેલો દિવ્ય સંદેશની પ્રસ્તુતિ જે કે અમારા આ લેખનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

જુની કથા અને વર્ણન -

આ અવતારના સંબંધમાં પુરાણોમાં આ કથા બતાવવામાં આવી છે.-

એક સમયની વાત છે. દેવરાજ ઈન્દ્રને ખૂબ નશો આવ્યો. આ નશાના કારણે એક બાળકનો જન્મ થયો જે 'મત્સરાસુર' ના નામે પ્રસિધ્ધ થયો. બાળક ઝડપથી મોટો થવા લાગ્યો આ બાળકે પોતાની નાનકડી આયુમાં જ દૈત્ય ગુરૂ શુક્રાચાર્યને પોતાની સેવાથી પ્રસન્ન કરી લીધા. દૈત્ય ગુરૂ શુક્રાચાર્યએ પ્રસન્નતાથી તેને શિવનો પંચાક્ષર મંત્ર આપીને આશીર્વાદ આપ્યો કે ' હે બાળક, આ મંત્ર થી તુ ખૂબ સામર્થ્ય શાળી બન, જેથી મનુષ્ય શુ દેવતા પણ તારી સાથે હરીફાઈ ન કરી શકે.

ગુરૂની આજ્ઞા મેળવી બાળકે કઠોર તપ પ્રારંભ કરી દીધુ. મત્સરાસુરના તપની એકનિષ્ઠતા અને કઠોરતાથી માઁ પાર્વતી પણ પ્રસન્ન થયા. તેમણે ભગવાન શિવની સાથે બાળકને દર્શન આપ્યા. શિવ-પાર્વતીના દર્શન મેળવી મત્સરાસુરે તે બંનેને પ્રણામ કર્યા, શ્રધ્ધા અને પ્રેમપૂર્વક તેમની સ્તુતિ કરી. મત્સરાસુરની તપનિષ્ઠતા અને શ્રધ્ધાપૂર્ણ સ્તુતિ સાંભળી દેવાધિદેવ મહાદેવે વરદાન આપ્યુ - ' તને સંસારમાં કોઈની પણ બીક નહી રહે' ભગવાન શિવનું વરદાન મેળવી મત્સરાસુર પોતાના ગુરૂદેવ શુક્રાચાર્યને પ્રણામ કરવા પહોચ્યો. શુક્રાચાર્યએ તેનાથી ખુશ થઈને તેને દૈત્યરાજના પદ પર બેસાડી દીધા.

અધીનસ્થ દૈત્યોએ એક દિવસ મત્સરાજને પ્રાર્થના કરી ' પ્રભુ, તમે અત્યંત સામર્થ્યશાળી છો. ભગવાન શિવનું અભય વરદાન તમને મળેલું છે. તમે તમારી સીમાઓનો વિસ્તાર કરી ત્રણે લોકમાં રાજ કરો. અમે તમારી સાથે છે. અને સીમા-વિસ્તાર માટે યુધ્ધ કરવા પણ આતુર છે. દૈત્યોના આ સુજાવથી દૈત્યરાજ સામ્રાજ્ય-વિસ્તારના નશામાં આવી ગયા. તેમણે ત્રણે લોકમાં પોતાની ધ્વજા ફેલાવવાનો નિર્ણય કરી લીધો.

સૌ પહેલાં તેમણે પોતાની દૈત્ય-વાહિનીને લઈને પૃથ્વીના રાજાઓ પર આક્રમણ કરી દીધુ. મોટા-મોટા રાજાઓને હરાવી દીધા. તેમને ધ્વસ્ત થતાં જોઈને અનેક રાજાઓ પોતાના પ્રાણ બચાવવા ભાગી નીકળ્યા. સંપૂર્ણ પૃથ્વી પર મત્સરાસુરનું એકછત્ર સામ્રાજ્ય સ્થપાઈ ગયું. તે પછી નશાચૂર મત્સરાસુરે પાતાળલોક પર આક્રમણ કરી દીધુ. તેની શક્તિથી ભયભીત થયેલા પાતાળ નરેશ 'શેષે' સમર્પણ કરી પોતાના સામ્રાજ્યમાંથી નિયમિત કર આપવાનું શરૂ કરી દીધુ અને મત્સરાસુરની અધીનસ્થતા સ્વીકારી લીધી.

ત્યારપછી મત્સરસુરે સ્વર્ગલોક પર આક્રમણ કરી દીધુ. તે મહાદૈત્યએ શીધ્ર વરુણ, યમ અને કુબેર વગેરે ને પરાજીત કરી દીધા. અને સંપૂર્ણ સ્વર્ગલોક પર અધિકારની કામનાથી સુરેન્દ્ર પર આક્રમણ કરી દીધુ. તે પણ વધુ સમય સુધી પ્રતિકાર ન કરી શક્યા અને મત્સરસુરે સ્વર્ગ પર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી દીધુ. અસુરોથી ત્રસ્ત વિષ્ણુ અને બ્રહ્માએ મહાદેવને મત્સરાસુરનો વૃતાંત સંભળાવવા પહોચ્યાં કે ' પ્રભુ, તમારો અભય વરદાન મેળવીને જ તે ત્રને લોકનો અધિપતિ બની ગયો છે. ભગવાન શિવ આ સાંભળીને મત્સરાસુરની નિંદા કરવા માંડ્યા. જ્યારે મત્સરાસુરને ખબર પડી કે ભગવાને તેની નિંદા કરી છે તો સામ્રાજ્યના નશામાં ડૂબેલા મત્સરાસુરે પોતાના વર પ્રદાતા શિવ પર આક્રમણ કરી દીધુ. શિવના વરદાનથી જ શિવ પરાસ્ત થઈ ગયા.

મત્સરાસુરે કૈલાશ અને સ્વર્ગનું સામ્રાજ્ય પોતાના બે પુત્રો 'સુન્દરપ્રિય' અને 'વિષયપ્રિય' ને આપી દીધા. સ્વયં પોતાના વૈભવ સમ્પન્ન રહેઠાણમાં નશામાં રહેવા લાગ્યા. હવે તેમનું રાજ્ય ખૂબ જ કઠોરતાથી ચાલવા માંડ્યુ. અનીતિ અને અન્યાય પોતાના ચરમ શિખર પર પહોંચવા માંડ્યા. પીડિત અને અસહાય દેવતા મત્સરાસુરના વિનાશનો ઉપાય વિચારવા લાગ્યા. તે જ સમયે ભગવાન દત્તાત્રેય ત્યાં પહોંચ્યા. દત્તાત્રેયે દેવતાઓની પીડા નિવારવા તેમને ગણેશ વક્રતુંડના એકાક્ષર મંત્ર 'ગં' નો ઉપદેશ આપીને અનુષ્ઠાન કરવા માટે પ્રેરિત કર્યા. બધા દેવતાઓની સાથે ભગવાન પશુપતિ પણ વક્રતુંડનુ ધ્યાન લગાવી એકાક્ષરી મંત્રનો જાપ કરવા માંડ્યા. દેવતાઓની આરાધનાથી સંતુષ્ટ થઈને વક્રતુંળ્ડે પ્રગટ થઈને કહ્યું 'દેવતાઓ, તમે લોકો નિશ્ચિત થઈ જાવ, હું મત્સરાસુરનું અભિમાન ઉતારી નાખીશ. દેવતાઓનું કષ્ટ દૂર કરવા માટે ભગવાન વક્રતુંડએ મત્સરાસુરના ગર્વનો વિનાશના ઉપક્રમનું સ્મરણ કર્યુ.

તેમના સ્મરણ કરવાથી અસંખ્ય ગણ ઉપસ્થિત થઈ ગયા. પોતાના ગણો સાથે તે મત્સરાસુરની રાજધાની પહોંચ્યા. મહાશક્તિશાલી અને અસંખ્ય ગણોની સેના જોઈને દૈત્યોએ પોતાના રાજાને યુધ્ધ ન કરવાની સલાહ આપી. તેમની આ સલાહથી મત્સરાસુર ક્રોધિત થઈ ગયો. તે પોતાના બંને પુત્રોને લઈને પોતે રણભૂમિમાં આક્રમણ કરનાર શત્રુઓને મિટાવવા ગયો. પાંચ દિવસ સુધી યુધ્ધ ચાલ્યુ પણ તેનું કોઈ પરિણામ ન આવ્યું. તેના બંને પુત્રો સુંદરપ્રિય અને વિષયપ્રિય માર્યા ગયા. પોતાના પુત્રોના મોહજાળમાં મુગ્ધ મત્સરાસુર પ્રતિશોધની ભાવનાથી છંછેડાઈ ઉઠ્યો. પછી તો તેમાં યુધ્ધ કરીને શત્રુનો સંહાર કરવાનો પ્રતિશોધ ઉત્પન્ન થઈ ગયો. તે ફરી રણ ભૂમિમાં પહોંચીને વક્રતુંડનો તિરસ્કાર કરવા લાગ્યો. વક્રતુંડએ તેને સમજાવ્યું કે 'દુષ્ટ અસુર, જો તને તારો જીવ વહાલો હોય તો મારા શરણમાં આવી જા, નહી તો હું ચોક્કસ તારો વધ કરી દઈશ.

પુત્ર વધથી દુ:ખી મત્સરાસુર પોતાના વધની વાત સાંભળીને પોતાના પ્રાણોને બચાવવાના મોહપાશમા અટવાઈ ગયો. તેને વક્રતુંડની વિનયપૂર્વક સ્તુતિ કરીને પોતાના પ્રાણદાનની કામના કરી. વક્રતુંડે પોતાનું વચન નિભાવતા પોતાની શરણ આપીને મત્સરાસુરને પ્રાણદાન આપ્યા. વક્રતુંડની ભક્તિના પ્રભાવથી મત્સરાસુરે બધા દેવતાઓ અને રાજાઓને તેમનું સામ્રાજ્ય પાછું આપી દીધુ.
About Writer
કલ્યાણી દેશમુખ
kalyani deshmukh.... બધા વાંચો