સંબંધિત સમાચાર
- Surat News - સુરતમાં વરાછા વિસ્તારમાં ભાજપ અને પાસના કાર્યકરો વચ્ચે અથડામણ
- જમ્મુ કાશ્મીરમા સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે ટોચના આતંકવાદીઓ ઠાર
- વરસાદની ઠંડકમાં ગરમ રાજકારણ, ગુજરાત કોંગ્રેસમાં વધુ બે રાજીનામા,જસદણના કોંગી ધારાસભ્ય ભોળાભાઈ અજ્ઞાતવાસમાં
- Saurashtra News - હળવદમાં બે જૂથો વચ્ચે અથડામણ થતાં તણાવ ભરી સ્થિતી
- JK - બડગામમાં આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ : 63 જવાનો ઘાય઼લ, 3 યુવાઓના મોત
જસદણમાં ભાજપના ઉમેદવાર અને પાસ કન્વીનર વચ્ચે અથડામણ
આજે જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર ડો.ભરત બોઘરાને કાર્યાલય ખોલવા બાબતે આટકોટમાં જસદણ બાયપાસ ચોકડી પાસે પાસના કન્વીનર સુનિલ ખોખરીયા સાથે બોલાચાલી થઇ હતી. થોડીવાર ઉગ્ર બોલાચાલી થયા બાદ બન્ને વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ ત્યાં હાજર લોકોએ બન્નેને સમજાવ્યા હતા અને ઉમેદવાર કાર લઇ જતા રહ્યા હતા. જસદણ ભાજપના ઉમેદવાર ભરત બોઘરાને આટકોટમાં બાયપાસ ચોકડી પાસે કાર્યાલય ખોલવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે આ જગ્યા પાસના કન્વીનર સુનિલ ધીરૂભાઇ ખોખરીયાના મિત્રની હોવાથી તે ત્યાં પહોંચ્યો હતો અને કાર્યાલય ખોલવા માટે ના પાડી હતી. આથી ડો.ભરત બોઘરા ત્યાં આવી પહોંચ્યા હતા અને સુનિલ સાથે બોલાચાલી કરી હતી.
બાદમાં બન્ને વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા અને ગાળાગાળી થઇ હતી. ભરત બોઘરાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સુનિલે જણાવ્યું હતું. આ અંગે આટકોટ પોલીસને પાસના કાર્યકરોએ લેખિત અરજી કરી છે. તપાસ બાદ જ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.