શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 14 ઑક્ટોબર 2017 (13:19 IST)

જમ્મુ કાશ્મીરમા સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે ટોચના આતંકવાદીઓ ઠાર

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના સફાયાની સૈન્ય કાર્યવાહીમાં શનિવારે સવારે બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં લશ્કરનો ટોચનો કમાન્ડર વસીમ શાહ અને હાફિઝ નિસારને ઠાર મારવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે, વસીમ શાહ લશ્કરનો ટોચનો કમાન્ડર હતો જે મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. નોંધનીય છે કે આ વર્ષે અત્યાર સુધીમાં 171 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે
 
સુરક્ષા દળોને અગાઉથી એવી બાતમી મળી હતી કે પુલવામામાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયા છે. ત્યારબાદ સેનાએ કાર્યવાહી શરૂ કરતાં એન્કાઉન્ટરનો આરંભ થયો હતો. લશ્કરે તોઈબાના કમાન્ડર વસીમ શાહ સેના અને પોલીસની યાદીમાં એ અથવા એ++ આતંકી હતો. આતંકીઓ પાસેથી એકે-47 રાયફલ, એકે-56 અને 6 એકે મેગઝીન મળી આવ્યા હતાં.