ગુરુવાર, 28 ઑગસ્ટ 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ચતુર્થી 2025
Written By

Why We Should Not Offer Tulsi To Lord Ganesha- ગણેશજીને 'તુલસીનું પાન' કેમ ચઢાવવામાં આવતું નથી, જાણો રસપ્રદ વાર્તા

Why We Should Not Offer Tulsi To Lord Ganesha
Why We Should Not Offer Tulsi To Lord Ganesha - હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તેને દેવી તુલસીનું સ્વરૂપ માનવામાં આવે છે અને લગભગ દરેક હિન્દુ ઘરમાં તુલસીનો છોડ જોવા મળે છે. તુલસીની દરરોજ પૂજા કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે ભગવાનને તેના પાન ચઢાવવાથી વિશેષ પુણ્ય અને શુભ ફળ મળે છે.
 
શાસ્ત્રોમાં ભગવાન ગણેશ અને તેમના પરિવારને તુલસીના પાન ચઢાવવાનું વર્જિત માનવામાં આવે છે. આ પાછળ એક પૌરાણિક કથા પણ છે.
 
કથા અનુસાર, તુલસી દેવીએ એક વખત ભગવાન ગણેશ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ગણેશજીએ નમ્રતાથી નકારી કાઢ્યો હતો. આનાથી ગુસ્સે થઈને તુલસીએ તેમને શાપ આપ્યો કે તેઓ લગ્ન નહીં કરે. આના જવાબમાં ગણેશજીએ તુલસીને પણ શ્રાપ આપ્યો કે તે કોઈપણ દેવતાને પ્રિય નહીં રહે. જોકે, બાદમાં ભગવાન વિષ્ણુએ તુલસીને આશીર્વાદ આપ્યા અને ત્યારથી તુલસી તેમને પ્રિય માનવામાં આવે છે.