મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શ્રીનગર. , ગુરુવાર, 22 જૂન 2017 (10:54 IST)

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, 24 કલાકમાં લશ્કરના 5 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામા જીલ્લામાં છ કલાકથી વધુ સમય સુધી ચાલેલી મુઠભેડમાં સુરક્ષા બળોએ આજે લશ્કર-એ-તૈયબાના 5 આતંકવાદીઓને ઠાર કર્યા. એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે મુઠભેડની શરૂઆત ગઈકાલે સાંજે કાકાપોરા વિસ્તારમાં થઈ. ગુપ્ત માહિતી મળી હતી કે પ્રતિબંધિત આતંકવાદી સમુહ લશ્કર-એ-તૈયબામાં સામેલ થયા ત્રણ સ્થાનીક યુવક એક મકાનમાં હાજર છે. આ મકાન ભરચક વિસ્તારમાં છે. 
 
અધિકારીએ કહ્યુ કે પુલવામાં વિસ્તારમાં આ પ્રથમ સફળ આતંકવાદ વિરોધી અભિયાન હતુ. આ વિસ્તારમાં સ્થાનીક આતંકવાદીઓની મોટી સંખ્યા હોવાનુ માનવામાં આવે છે. તેમણે કહ્યુ કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આ સફળ અભિયાન લશ્કરના માટે મોટો ઝટકો છે. જેના કમાંડર વર્તમાન મટ્ટૂ તાજેતરમાં જ અનંતનાગ જીલ્લાના આરવિન ગામમ્માં થયેલ મુઠભેડમાં માર્યા ગયા હતા. છેલ્લા ત્રણ દિવસની અંદર આ આતંકી સમૂહ વિરુદ્ધ બીજુ સફળ અભિયાન છે.  ઉત્તરી કાશ્મીરના બારામૂલા જીલ્લાના સોપોરમાં ગઈકાલે સુરક્ષા બળ સાથે મુઠભેડમાં બે આતંકવાદી માર્યા ગયા હતા.