મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 જુલાઈ 2017 (12:01 IST)

Saurashtra News - હળવદમાં બે જૂથો વચ્ચે અથડામણ થતાં તણાવ ભરી સ્થિતી

હળવદમાં ગામમાં જૂથ અથડામણ થવાના કારણે અનેક લોકો ઈજા પામ્યા છે અને 2 લોકોના મોત થયા છે. જિલ્લા પોલીસ કમિશનર દ્વારા તકેદારીના ભાગ રૂપે સુરેન્દ્રનગર અને મોરબીમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. ઇન્ટરનેટ સેવાબધ કરવાનું કારણ એવું જાણવા મળી રહ્યું છે કે સોશિયલ મીડિયામાં ખોટી માહિતી આપ-લે ન થાય તે માટે સમગ્ર જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. 

ગત શુક્રવારે ધ્રાંગધ્રામાં થયેલા હુમલા બાદ ક્ષત્રિય આગેવાનની હત્યાના એક સપ્તાહમાં જૂથ અથડામણની વધુ એક ઘટના હળવદ પાસે બની છે. ધ્રાંગધ્રામાં ક્ષત્રિય અગ્રણી ઇન્દ્રસિંહ ઝાલાના ગુરુવારે યોજાયેલા બેસણાથી પરત ફરતી વેળાએ ક્ષત્રિય અને ભરવાડ સમાજના જૂથની તકરાર થઇ હતી અને આ દરમિયાન થયેલા ફાયરિંગ અને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને એકની હત્યા કરાઇ હતી. હળવદ જીઆઇડી પાસે થયેલી જૂથ અથડામણમાં અન્ય બે સગાભાઇને ગંભીર ઇજા થતાં મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 35થી વધુ વાહનોને આગ લગાડવામાં આવતા પરિસ્થિતિ તંગ બની ગઇ છે.

હત્યાના પડઘા ધ્રાંગધ્રા, થાન અને સુરેન્દ્રનગર શહેરમાં પણ પડયા હતા. મિનિટોના સમયમાં સમગ્ર શહેર બંધ થઇ ગયુ હતુ. અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ખડકી દેવામાં આવી હતી. હળવદમાં ભરવાડ સમાજ દ્વારા આગામી સમયમાં ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ હોઇ જીઆઇડીસીમાં આવેલા ઠાકરધણીના મંદીરે મીટીંગ યોજાઇ હતી. બેસણામાંથી પરત ફરતા લોકો સાથે આ સ્થળે અથડામણ થઇ હતી. જેમાં ગોલાસણ ગામના રાણાભાઇ ભલુભાઇ ભરવાડનું મોત થયુ હતુ. જૂથ અથડામણની આગ ગામડામાં પણ ફેલાઇ હતી.  હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પરના ગામના લોકો રસ્તા પર આવી ગયા હતા. જેમાં સોલડીપાસે પથ્થરમારો તથા અથડામણની ઘટના બની હતી. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રાણાભાઇ કમાભાઇ ભરવાડનું મોત થયુ હતું.