Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

મોર બની થનગાટ કરે

Updated: સોમવાર, 16 ફેબ્રુઆરી 2026 (08:40 IST)
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહુ ઓર,મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મારું મન મોર બની થનગાટ કરે.
 
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે, ગુમરી ગુમરી ગરજાટ ભરે.
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે
મઘરા મઘરા મલકાઇને મેડક નેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ઘુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.
મન મોર બની…
 
નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે, મારાં લોચનમાં મદઘેન ભરે
પરછાઈ તળે હરિયાળી બની મારો આતમ નેન બિછાત કરે, સચરાચર શ્યામલ બાથ ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,
ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય, નેન નીલાંજન-ઘેન ભરે
મન મોર બની…
 
નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે, પટકૂળ નવે પાણી-ઘાટ પરે.
એની સૂનમાં મીટ સમાઇ રહી, એની ગાગર નીર તણાઇ રહી, એને ઘેર જવા દરકાર નહીં.
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે,
પનિહાર નવે શણગાર નદી કેરે, તીર ગંભીર વિચાર કરે.
મન મોર બની…
 
ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહેલ અટારી પરે, ઊંચી મેઘ-મહેલ અટારી પરે.
અને ચાકચમૂર બે ઉર પરે પચરંગીન, બાદલ-પાલવડે કરી આડશ કોણ ઊભેલ અરે.
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે.
મન મોર બની…
 
ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે, ચકચૂર બની ફૂલ-ડાળ પરે.
વિખરેલ અંબોડાના અળ ઝૂલે, દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે.
એની ઘાયલદેહના છાયલ-છેડલા આભ ઊડી ફરકાટ કરે,
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે.
મોર બની થનગાટ કરે આજે
મન મોર બની…

વધુ જુઓ..

શું રાત્રે વારંવાર તૂટી જાય઼ છે ? ગાઢ અને સારી ઊંઘ માટે સૂતા પહેલા ખાઓ આ વસ્તુઓ

જો તમને મસાલેદાર ખોરાક ખાવાનું મન થાય તો ચણાની દાળ નમકીન બનાવો, તે થોડીવારમાં તૈયાર થઈ જશે.

કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઘરેલું ઉપાય, આ આર્યુર્વેદિક વસ્તુઓથી થશે ફાયદો

વધુ ગળ્યુ ખાવાથી લિવર પર શુ અસર પડે છે, શુ ખાંડ ખાવાથી લિવરમાં સોજો આવે છે, ડોક્ટર પાસેથી જાણો

શ્રાદ્ધ માટે સાત્વિક કોળાનું શાક

વધુ જુઓ..

Guru Pradosh katha- ગુરુ પ્રદોષ વ્રત કથા

ગ્રહ-નક્ષત્રોનો શુભ સંયોગ લઈને આવી રહી છે શારદીય નવરાત્રિ, 3 રાશિઓ માટે ગોલ્ડન ટાઈમ, કરિયર-ધન માં મળી શકે છે મોટો લાભ

અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસનું જાહેરનામું: રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, આયોજકો માટે 44 કડક નિયમો જાહેર

પિતૃ અમાવસ્યા પર કરો આ 5 કામ, પૂર્વજોના આશીર્વાદથી સુધરી જશે જીવન, પિતૃ દોષ પણ થશે દૂર

ક્યારથી શરૂ થશે શારદીય નવરાત્રિ 2026 ? Shardiya Navratri 2026 Date

આગળનો લેખ
Show comments