મંગળવાર, 20 જાન્યુઆરી 2026
  1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી ભજન
Written By
Last Modified: મંગળવાર, 20 જાન્યુઆરી 2026 (00:04 IST)

ગણપતિ ભજન - પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા

 Ganpati Bappa Na Bhajan
સરસ્વતી સ્વર દિજિયે
ગણપતી દિજિયે જ્ઞાન
બજરંજી બલ દિજિયે
સદગુરુ દિજિયે સાન
 
પ્રથમ પહેલા પૂજા તમારી
મંગળ મુર્તિવાળા ગજાનન
 
કોટિવંદન તમને સૂંઢાળા
નમીયે નાથ રૂપાળા
પ્રથમ પહેલા….
 
પ્રથમ સમરિયે નામ તમારા
ભાગે વિઘ્ન અમારા
શુભ શુકનિયે તમને સમરિયે
હે જી દિનદયાયુ દયાવાળા
પ્રથમ પહેલા….
 
સંકટ હરણને અધમ ઉધ્ધારણ
ભયભંજન રખવાળા
સર્વ સફળતા તમથકી ગણેશા
હે જી સર્વ થકે સરવાળા
 
અકળ ગતિ છે નાથ તમારી
જય જય નાથ સૂંઢાળા
દુખડા સુમતિ આપો
હે જી ગુણના એકદંત વાળા
પ્રથમ પહેલા….
 
જગત ચરાચર ગણપતિ દાતા
હાની હરો હરખાળા
સેવક સમરે ગુણપતિ ગુણને
હે મારા મનમાં કરો અજવાળા
પ્રથમ પહેલા….