1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી ભજન
  4. jena mukh ma ram nu naam nathi lyrics

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

જેના મુખમાં રામનું નામ નથી lyrics in gujarati

જેના મુખમાં રામનુંનામ નથી,
તેનો મનુષ્ય તણો અવતાર નથી

જેને હરિકીર્તનમાં પ્રેમ નથી (૨)
તેને આ જગમાં પણ માન નથી, જેના મુખમાં…

જેને સંતસેવામાં તાન નથી (૨)
તેને આ જગતમાં પણ સાન નથી, જેના મુખમાં…

જેની સેવામાં શાલીગ્રામ નથી (૨)
તેનો વૈકુંઠમાં વિશ્રામ નથી, તેનો મુખમાં…

જેને ખરા-ખોટાનું જ્ઞાન નથી (૨)
તે સમજ્યા ખરા પણ જ્ઞાન નથી, જેના મુખમાં…

જેના રુદિયામાં શ્રી રામ નથી (૨)
તેને સંસારમાં સુખધામ નથી, જેના મુખમાં…

જેના ઘરમાં નીતિધર્મ નથી (૨)
તેના ઘરમાં કશુંયે મર્મ નથી, જેના મુખમાં…

જેના મુખમાં સીતારામ નથી. (૨)
તેના અંતરમાં આરામ નથી, જેના મુખમાં…