સોમવાર, 26 જાન્યુઆરી 2026
  1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી ભજન
Written By
Last Modified: સોમવાર, 19 જાન્યુઆરી 2026 (04:11 IST)

જલારામ બાપા ના ભજન 2 જલા તું પૃથ્વી પાટલે પૂજાણો

jalaram
જલા તું પૃથ્વી પાટલે પૂજાણો.
કે જગમાં અમર થઈને ગવાણો કે 
 
જલા તું પૃથ્વી પાટલે પૂજાણો
શ્રધા લઇ ભક્તો વીરપુર આવે. 
તન મન ની માનતા ચરણે ધરાવે. 
 
જલા તું લાખો ના દિલમાં સમાણો 
જલા તું પૃથ્વી પાટલે પૂજાણો
 
 
જલા તું લોહાણા કુળનું મોતી 
કળજુગમાં જાગતી તું છે જ્યોતિ. 
જલા તું દેવ પુરુષ પુરાણું 
 
જલા તું પૃથ્વી પાટલે પૂજાણો
પાવન તારા પાપથી પાપ ધોવાતા
ધરો ધર ગુણલા તારા ગવાતા 
પાર્ષદ હે રંકનો તું રખવાળો 
 
જલા તું પૃથ્વી પાટલે પૂજાણો કે જગમાં 
અમર થઈને ગવાણો કે 
જલા તું પૃથ્વી પાટલે પૂજાણો