સુરત: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે માંગરોળની મુલાકાતે
સુરત: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે સુરત જિલ્લાના માંગરોળની મુલાકાતે છે. તેમના પ્રવાસ દરમિયાન કોસંબા ખાતે યોજાનારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે.
માંગરોળના કોસંબા ખાતે અપના ઘર આશ્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ધ્રુવ અનાઇકા ફાઉન્ડેશન, મુંબઈ દ્વારા આ આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઘરવિહોણા, રઝળતા અને નિરાધાર લોકોને આશ્રય, સંભાળ અને જરૂરી સુવિધાઓ મળી રહે તે હેતુથી આ આશ્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે.
ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત રાજકીય અગ્રણીઓ, સ્થાનિક પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. આ આશ્રમ જરૂરિયાતમંદ લોકો માટે આશ્રય અને માનવતાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે.
