સંબંધિત સમાચાર
- Gold Price crash: સોનું ખરીદવાની સુવર્ણ તક: સોનું ₹5,500 સસ્તું થયું, થોડા દિવસોમાં ભાવ 5% ઘટ્યો
- July Rules Change- 1 જુલાઈથી રેલ્વે ટિકિટ, પાન કાર્ડ અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં થશે મોટા ફેરફારો, જાણો નવા નિયમો
- જિયોમાં રોકાણ કરવુ મારા જીવનનુ સૌથી મોટુ રિસ્ક હતુ - મુકેશ અંબાની
- PF સભ્યો માટે સારા સમાચાર, EPFO એ આ નિયમ બદલ્યો, ફાયદો થશે
- રેલ્વે ભાડામાં વધારો જાહેર, એસી અને નોન-એસી ભાડામાં કેટલો વધારો થશે
ભારતીય રેલવે ટ્રેનોની રિઝર્વેશનની સુવિધામાં થશે ફેરફાર 8 કલાક પહેલા મળશે આ સુવિધા
Indian Railways reservation chart: ભારતીય રેલવે ટ્રેનોમાં રિઝર્વેશન સાથે જોડાયેલી વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે. અત્યારસુધી જ્યાં રિઝર્વેશન ચાર્ટ ટ્રેનના રવાના થયાના લગભગ ચાર કલાક પહેલાં તૈયાર થતો હતો, પરંતુ હવે આ ચાર્ટ 8 કલાક વહેલો તૈયાર થશે.
રેલવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
આ પ્રસ્તાવનો જલદી અમલ કરવામાં આવશે.
રેલવેના જણાવ્યા પ્રમાણે આ પગલું અંતરિયાળ વિસ્તારમાં રહેનારા લોકોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.
તેનો અર્થ એ થયો કે કોઈ વ્યક્તિ સ્ટેશનથી 4-5 કલાક દૂર અંતરે રહેતી હોય તો તેમને પહેલાથી ખબર પડી જશે કે તેની ટિકિટ કન્ફર્મ છે કે નહીં. જેથી તેઓ તેને ધ્યાનમાં રાખીને ઘરથી સ્ટેશન પર રવાના થઈ શકે.
