સંબંધિત સમાચાર
- અમદાવાદમાં ઇબોલા વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ: આફ્રિકાથી આવેલા દર્દીને સિવિલમાં કરાયો આઇસોલેટ, અન્ય 11 લોકો નજર હેઠળ!
- ઇબોલા વાયરસ અંગે એડવાઇઝરી જારી, દેશના તમામ પ્રવેશ સ્થળો પર સ્ક્રીનીંગ કરવામાં આવશે.
- કોંગોમાં 80 લોકોના મોત, ઇબોલા વાયરસ કેટલો ખતરનાક છે, WHO એ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી
- ઓલીવ ઓઈલ કે સરસવનું તેલ ? જાણો દિલના આરોગ્ય માટે કોણ વધુ લાભકારી છે
- સૂતા પહેલા મીઠાના પાણીથી મોં કોગળા કરવાથી શું થાય છે? તેના ફાયદા અને ઉપયોગની યોગ્ય વિધિ વિશે જાણો.
ઈબોલા વાયરસ શુ છે ? જાણો તેના લક્ષણો અને બચાવ તેમજ ઉપચાર
ઈબોલા વાયરસ (Ebola virus) એ એક અત્યંત ઘાતક અને ચેપી વાયરસ છે, જે મનુષ્યો અને પ્રાઈમેટ્સ (જેમ કે વાંદરા અને ચિમ્પાન્ઝી) માં 'ઈબોલા હેમરેજિક ફીવર' (Ebola Hemorrhagic Fever) નામની ગંભીર બીમારી ફેલાવે છે. આ વાયરસ સંક્રમિત વ્યક્તિ કે પ્રાણીના લોહી, લાળ અથવા અન્ય શારીરિક પ્રવાહીના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ રોગમાં દર્દીને અચાનક તીવ્ર તાવ, અશક્તિ, સ્નાયુઓનો દુખાવો અને ગંભીર કિસ્સાઓમાં શરીરની અંદર તેમજ બહાર રક્તસ્રાવ (બ્લીડિંગ) થવા લાગે છે. ઈબોલાનો મૃત્યુદર ખૂબ જ ઊંચો (આશરે 50% થી 90% સુધી) હોવાને કારણે તેને વિશ્વના સૌથી ખતરનાક વાયરસોમાંનો એક માનવામાં આવે છે.
ઈબોલા વાયરસ કેવી રીતે ફેલાય છે ?
ઈબોલા વાયરસ મુખ્યત્વે સંક્રમિત (ઇન્ફેક્ટેડ) વ્યક્તિ અથવા પ્રાણીના શારીરિક પ્રવાહીના સીધા સંપર્ક (Direct Contact) દ્વારા ફેલાય છે. આ વાયરસ હવામાં ઉડતો નથી (Airborne નથી), એટલે કે કોરોનાની જેમ ખાલી શ્વાસ લેવાથી કે હવામાં સંપર્કમાં આવવાથી ફેલાતો નથી.
તેના ફેલાવાના મુખ્ય કારણો નીચે મુજબ છે:
સંક્રમિત વ્યક્તિના શારીરિક પ્રવાહી દ્વારા: ઈબોલાથી પીડાતા દર્દીના લોહી, લાળ, ઉલટી, પેશાબ, પરસેવો અથવા વીર્ય (Semen) ના સીધા સંપર્કમાં આવવાથી આ વાયરસ તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં પ્રવેશી શકે છે.
ક્ષતિગ્રસ્ત ત્વચા અથવા મ્યુકોસ મેમ્બ્રેન: જો તંદુરસ્ત વ્યક્તિની ત્વચા પર કોઈ કાપો કે ઘા હોય, અથવા તેની આંખ, નાક કે મોંના સ્નિગ્ધ પડ (Mucous membrane) પર સંક્રમિત પ્રવાહી અડી જાય, તો વાયરસ તરત શરીરમાં પ્રવેશે છે.
દૂષિત વસ્તુઓનો ઉપયોગ: દર્દીએ વાપરેલી સોય (Syringes), તબીબી સાધનો, કપડાં અથવા પથારીનો ઉપયોગ કરવાથી પણ અન્ય વ્યક્તિ સંક્રમિત થઈ શકે છે.
સંક્રમિત પ્રાણીઓ દ્વારા: જંગલી પ્રાણીઓ (જેમ કે ચામાચીડિયા, ચિમ્પાન્ઝી કે વાંદરા) ના માસ ખાવાથી, તેનો શિકાર કરવાથી કે તેના લોહીના સંપર્કમાં આવવાથી આ વાયરસ પ્રાણીઓમાંથી માણસોમાં આવે છે.
અંતિમ સંસ્કાર દરમિયાન: ઈબોલાથી મૃત્યુ પામેલા વ્યક્તિના શરીરમાં પણ આ વાયરસ જીવંત રહે છે. તેથી મૃતદેહને નવડાવતી વખતે કે અડતી વખતે જો કાળજી ન રાખવામાં આવે તો સગાં-સંબંધીઓમાં આ ચેપ ખૂબ ઝડપથી ફેલાય છે.
ઇબોલાના મુખ્ય લક્ષણો
ઇબોલાના લક્ષણો સામાન્ય રીતે સંક્રમણ લાગવાના 2 થી 21 દિવસની અંદર દેખાય છે:
અચાનક ઉંચો તાવ, થાક અને નબળાઇ
સ્નાયુ અને સાંધામાં દુખાવો, ગળામાં દુખાવો અને માથાનો દુખાવો
પેટમાં તીવ્ર દુખાવો, ઉલટી અને ઝાડા
ગંભીર કિસ્સાઓમાં, નાક, મોં અને ત્વચામાંથી રક્તસ્ત્રાવ (આંતરિક અને બાહ્ય રક્તસ્ત્રાવ) અને કિડની અથવા લીવર નિષ્ફળતા
બચાવ અને ઉપચાર
ઈબોલા વાયરસથી બચવાના ઉપાયો (Prevention)
ઈબોલા સામે કોઈ સામાન્ય ઘરેલુ ઉપચાર નથી, તેથી સાવધાની રાખવી એ જ એનો સૌથી મોટો બચાવ છે:
1 સંક્રમિત વ્યક્તિઓથી દૂર રહેવું: ઈબોલાના લક્ષણો ધરાવતા દર્દીના શારીરિક પ્રવાહી (લોહી, લાળ, પરસેવો) ના સીધા સંપર્કમાં આવવાનું ટાળો.
2 જંગલી પ્રાણીઓથી દૂર રહેવું : ચામાચીડિયા, વાંદરા કે ચિમ્પાન્ઝી જેવા જંગલી પ્રાણીઓના સીધા સંપર્કમાં ન આવવું અને કાચું કે અધકચરા રાંધેલા માસ ખાવાનું સંપૂર્ણપણે ટાળવું.
3 સ્વચ્છતા રાખવી: સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત સેનિટાઈઝરનો ઉપયોગ કરવો.
4 મેડિકલ સ્ટાફ માટે સુરક્ષા (PPE Kit): દર્દીઓની સારવાર કરતા ડૉક્ટરો અને નર્સોએ ફરજિયાતપણે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE) કીટ, માસ્ક, ચશ્મા અને ગ્લોવ્ઝ પહેરવા જોઈએ.
5 અંતિમ સંસ્કારમાં સાવચેતી: ઈબોલાથી મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને સીધો અડવાનું ટાળવું જોઈએ, કારણ કે મૃત શરીરમાં પણ વાયરસ સક્રિય હોય છે. સુરક્ષિત પ્રોટોકોલ હેઠળ જ અંતિમ સંસ્કાર કરવા જોઈએ.
ઈબોલાની રસી (Vaccine)
હાલમાં ઈબોલા વાયરસ સામે રક્ષણ આપતી રસી ઉપલબ્ધ છે. rVSV-ZEBOV (Ervebo) નામની રસી ઈબોલાના પ્રકોપને રોકવામાં અત્યંત અસરકારક સાબિત થઈ છે, જે ખાસ કરીને હાઈ-રિસ્ક ધરાવતા વિસ્તારો અને હેલ્થકેર વર્કર્સને આપવામાં આવે છે.
- ઈબોલાનો ઉપચાર અને સારવાર (Treatment)
જો કોઈ વ્યક્તિ ઈબોલાથી સંક્રમિત થઈ જાય, તો તેને તાત્કાલિક હોસ્પિટલના સ્પેશિયલ આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવો પડે છે. તેની સારવાર મુખ્યત્વે બે રીતે થાય છે:
1 સપોર્ટિવ કેર - દર્દી બચી શકે તે માટે તેના શરીરની ઈમ્યુનિટી વધારવી ખૂબ જ જરૂરી છે:
- ઓરલ અથવા ઇન્ટ્રાવેનસ (IV) ફ્લુઇડ્સ: દર્દીને સતત ગ્લુકોઝ અને પાણી (ઇલેક્ટ્રોલાઇટ્સ) ચડાવવામાં આવે છે જેથી ડિહાઇડ્રેશન અને બ્લડ પ્રેશરને કાબૂમાં રાખી શકાય.
- ઓક્સિજન થેરાપી: દર્દીના શરીરમાં ઓક્સિજનનું સ્તર જાળવી રાખવા માટે કૃત્રિમ ઓક્સિજન આપવામાં આવે છે.
- અન્ય દવાઓ: તાવ અને અસહ્ય દુખાવાને ઓછો કરવા માટે દવાઓ આપવામાં આવે છે, તેમજ અન્ય કોઈ સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન ન લાગે તે માટે એન્ટીબાયોટીક્સ આપવામાં આવે છે.