1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય સમાચાર
  4. Pakistan threat India

બિલાવલ ભુટ્ટો અને ઈશાક ડારે ભારતને આપી ધમકી, કહ્યુ - જો પાકિસ્તાનના અધિકારો સાથે.....

bilawal butto
ભારતે સિંધુ જળ સંધિ રદ્દ કર્યા પછી પાકિસ્તાન પરેશાન છે. શરૂઆતમાં તેણે ભારતને સંઘિ  પુનઃસ્થાપિત કરવા અપીલ કરી હતી, પરંતુ હવે, દિલ્હીના વલણ સ્પષ્ટ થતાં, તે મૂંઝવણમાં છે. પાકિસ્તાની સાંસદો, મંત્રીઓ અને અગ્રણી નેતાઓ વિવિધ વૈશ્વિક પ્લેટફોર્મ પર સંધિને બચાવવા માટે વિનંતી અને ધમકીઓ આપી રહ્યા છે.
 
સિંધુ સમજૂતી પર જ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં એક ઈંટરનેશનલ કૉન્ફ્રેંસનુ આયોજન કરવામાં આવ્યુ. તેમા પાકિસ્તાનના અનેક મંત્રી, સાંસદ અને આંતરરાષ્ટ્રીય કાયદા અને જળ વિશેષજ્ઞ સામેલ થયા.  આ કૉન્ફ્રેંસનો ઉદ્દેશ્ય હતો કે ભારતના નિર્ણય વિરુદ્ધ દુનિયાનુ સમર્થન કેવી રીતે મેળવવમાં આવે.  પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો જરદારીએ ફરી છંછેડનારી વાત કરી છે.  
 

સિંઘુ જળ સંધિ PAK પર એહસાન નહોતો - બિલાવલ 

બિલાવલ ભુટ્ટોએ કહ્યું, "સિંધુ જળ સંધિ પાકિસ્તાન પર ઉપકાર નહોતો, પરંતુ બંને દેશો વચ્ચેનો આંતરરાષ્ટ્રીય કરાર હતો." પીપીપીના વડાએ કહ્યું કે સિંધુ જળ સંધિનું સન્માન કરવું જોઈએ.
 

વિશ્વની કોઈપણ સંધિ પર પ્રશ્ન ઉઠાવવામાં આવશે: મલિક

 
પાકિસ્તાનના પર્યાવરણ મંત્રી મુસાદ્દીક મલિકે સિંધુ જળ સંધિની હિમાયત કરતા કહ્યું, "જો કોઈ શક્તિશાળી દેશ એકપક્ષીય રીતે આંતરરાષ્ટ્રીય સંધિને સ્થગિત કરી શકે છે, તો વિશ્વની કોઈપણ સંધિની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવશે." તેમણે કહ્યું કે સિંધુ જળ સંધિ વિશ્વના સૌથી મજબૂત આંતરરાષ્ટ્રીય કરારોમાંનો એક છે.
 

ઇશાક ડારે ભારતને ધમકી આપી

 
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારે પરિષદમાં ભારતને ધમકી આપી. તેમણે કહ્યું, "સિંધુ જળ સંધિ ફક્ત પાણી વહેંચણી કરાર નથી, પરંતુ દક્ષિણ એશિયામાં શાંતિ, સ્થિરતા અને સહયોગ માટે એક મજબૂત પાયો છે." તેમણે કહ્યું કે વહેંચાયેલ જળ સંસાધનોને ક્યારેય શસ્ત્ર બનાવવું જોઈએ નહીં.
 
ઇશાક ડારે કહ્યું, 'જો પાકિસ્તાનના અધિકારો સાથે ચેડા કરવામાં આવે છે, તો તે સમગ્ર ક્ષેત્રની શાંતિ અને લગભગ બે અબજ લોકોના હિતોને અસર કરશે.'

હાઈકોર્ટ દ્વારા કથિત લગ્ન સંપૂર્ણપણે રદબાતલ જાહેર

અંતમાં, હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે જ્યારે પક્ષકારો વચ્ચે કોઈ ધાર્મિક વિધિઓ જ થઈ નથી, ત્યારે માત્ર રજીસ્ટ્રેશનના આધારે લગ્ન સાબિત થતા નથી. આથી કોર્ટે ફેમિલી કોર્ટના જૂના આદેશને ઉથલાવી દીધો અને કૌશલ સોનારની અરજીને મંજૂર રાખીને આ કથિત લગ્નને કાયદાની દ્રષ્ટિએ સંપૂર્ણપણે રદબાતલ અને શૂન્ય જાહેર કર્યા છે.
About Writer
કલ્યાણી દેશમુખ
Gujarati portal head, Writer.... બધા વાંચો
આગળનો લેખ
જે હોટલોમાં આ ક્રૂરતા થઈ, તે બધી હોટલો પર બુલડોઝર ચલાવવામાં આવ્યા હતા... વાસના ભૂખ્યા 32 વરુઓએ એક પછી એક સગીર છોકરી પર બળાત્કાર ગુજાર્યો