1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Gujarati Jokes

ગુજરાતી જોક્સ - પત્નીની નજરે દુનિયા

ગુજરાતી જોક્સ
આવો આપણે એક પત્નીની નજરે દુનિયા જોઈએ 
 
દુનિયાનો સૌથી પરફેક્ટ માણસ - તેનો બાપ 
દુનિયાની સૌથી વ્હાલી સ્ત્રી - તેની મા 
દુનિયાની સૌથી હોશિયાર સ્ત્રી - તે પોતે 
દુનિયાનો સૌથી દુખી પતિ - તેનો ભાઈ 
દુનિયાની સૌથી મોટી ચુડેલ - તેની  ભાભી 
દુનિયાની સૌથી સુંદર સંતાન - તેની પોતાની 
દુનિયાનો સૌથી સફળ માણસ - તેની બહેનનો પતિ 
દુનિયાની સૌથી ગામડિયન સ્ત્રી - તેની સાસુ 
દુનિયાની સૌથી સુખી સ્ત્રી - પડોશન 
દુનિયાની સૌથી ભાગ્યશાળી સ્ત્રી - બહેનપણી 
દુનિયામાં સૌથી શુભચિંતક - બહેનપણીઓ અને તેના પિયરિયા.. 
દુનિયાનો સૌથી મોટો કદરદાન - સાડીની દુકાનવાળો (મેડમ તમારી ઉપર દરેક કલર સૂટ કરશે) 
 
અને છેવટે... ! 
દુનિયાનો સૌથી ખરાબ, બેકાર, ખુદગર્જ, જૂઠ્ઠાડો, બેકાર માણસ - હવે એ પણ લખવુ પડશે શુ !! 
 
આગળનો લેખ
સ્ટાઈલિશ એવોર્ડ્સમાં સ્ટાઈલિશ જોવા મળ્યા સેલિબ્રિટીઝ