Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશ પ્રેમ

Updated: સોમવાર, 4 નવેમ્બર 2019 (20:00 IST)
દેશભૂમિ ભારત માતા પર, અમને સૌને અભિમાન છે
પાવન છે આ ધરતી, દર્શન અહી મહાન છે 
આ છે બહાદુર સૈનિકોની નગરી, તેથી મહાન છે 

જુદી જુદી ભાષાના પ્રદેશ ભલે પણ સંસ્કૃતિ સૌની એક છે
ઘર્મ, પહેરવેશ, ભોજન વિવિધ પણ આત્મા સૌની એક છે 
મારા દેશની આ જ વિશેષતા છે, ભારત દેશ મહાન છે 

વિંદ્ય હિમાલય અરાવલી,મલય, નીલગીરિ દેશના રક્ષક છે
ગંગા, યમુના, સિંધુ, નર્મદા નદીઓએ દેશને બનાવ્યુ સ્વર્ગ છે 
ઈશ્વર તરફથી મળેલા ભારતને આ વરદાન છે, મારો દેશ મહાન છે 

બાર જ્યોર્તિલિંગનો આ દેશ, શંકર ચારેય ધામ છે
શિવ,ગણેશ, કનૈયાની ધરતી અને ઘર-ઘરમાં શ્રીરામ છે
તીર્થઘામોની આ એક પાવન ધરતી છે હા, મારો દેશ મહાન છે 

દિવાળી, હોળી અને નવરાત્રિ જ્યા ઉજવાય છે 
ઈદ, ક્રિસમસ કે હોય પતેતી ઉત્સવ અહીં કાયમ છે 
તહેવારોના દેશ તરીકે તેની ખાસ ઓળખ છે, ભારત દેશ મહાન છે 

દુનિયામા સૌથી આગળ રહે ભારત, આ જ સૌનુ સ્વપ્ન છે
માતૃભૂમિ ભારત માતા પર અમને સૌને અભિમાન છે
દેશપ્રેમી-શહીદોની આ ઘરતીને મારા સલામ છે, ભારત દેશ મહાન છે

વધુ જુઓ..

BRICS Summit માં ગાલા ડિનર શા માટે યોજવામાં આવે છે? તેની પાછળની સંપૂર્ણ વાર્તા અને પરંપરા કેવી રીતે શરૂ થઈ તે જાણો.

BRICS Summit 2026: વિદેશી મહેમાનોને પીરસાશે ભારતીય સ્વાદ, મિલેટ્સથી લઈને રાજસ્થાની-ગુજરાતી થાળી સુધી ખાસ મેન્યૂ

ઓનલાઈન શોપિંગ માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ફેક ડિસ્કાઉન્ટ પર લાગશે લગામ; જાન્યુઆરીથી બદલાશે નિયમો

બ્રિક્સ સમિટ વચ્ચે, IMD એ દિલ્હીમાં રેડ એલર્ટ જારી કર્યું - રવિવાર સુધી વરસાદની સંભાવના

કેદારનાથ યાત્રા માર્ગ પર વાદળ ફાટવાથી ભૂસ્ખલન થયું, જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો; પથ્થરો હટાવવાનું કામ ચાલી રહ્યું છે

વધુ જુઓ..

કુશાગ્રહણી અમાવાસ્યા પર કરો આ 7 ઉપાય, આર્થિક અને કરિયરમાં મળશે ઉન્નતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 11 સપ્ટેમ્બર 2026

ગણેશજીનુ ભજન - પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા

સોમનાથ મહાદેવની આરતી

હર હર મહાદેવ ની આરતી

આગળનો લેખ
Show comments