શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી કાવ્ય
Written By કલ્યાણી દેશમુખ|
Last Modified: ગુરુવાર, 10 મે 2018 (15:06 IST)

ગુજરાતી કવિતા - કેવો આ પ્રેમ છે

નથી કોઈ બંધન, નથી કોઈ વચન તો પણ છે 
તને પણ અને મને પણ 
કેવો આ તારો-મારો પ્રેમ છે 
 
તારો છે રસ્તો અલગ,  મારા છે બંધન જુદા 
છતા પણ છે કોઈ અતૂટ સંબંધ લાગણીનો 
કેવો આ તારો-મારો પ્રેમ છે
 
કદીક વિચારુ છુ, ન વધુ આગળ તારી તરફ  
પણ છે કોઈ ડોર મજબૂત ઘણી, જે ખેંચી જાય છે દૂર મને તારા ભણી 
કેવો આ તારો-મારો પ્રેમ છે
 
કહેવુ છે ઘણુ બધુ તને, ડર પણ  લાગે છે મને 
ન નિભાવી શકુ તો દિલ જો તારુ તૂટશે તો આંસુ મારા પણ વહેશે 
કેવો આ તારો-મારો પ્રેમ છે
 
જે દિવસથી નજર સામે આવ્યા છો, તે દિવસથી જ મારા લાગ્યા છો 
છતા પણ છો સંબંધોની યાદીથી દૂર જાણે કોઈ સપનુ લાગો છો 
કેવો આ તારો-મારો પ્રેમ છે