તિરંગાથી શણગારેલી રીક્ષાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું

gujarat 15 august
Last Modified મંગળવાર, 15 ઑગસ્ટ 2017 (15:54 IST)

સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને લોકો અનેક પ્રકારના તર્કો કરતાં હોય છે. ત્યારે અમદાવાદના જુહાપુરામાં પણ ધ્વજવંદનના કાર્યક્રમ વખતે એક રીક્ષાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. આખી રીક્ષાને તિરંગાથી શણગારી દેવામાં આવી હતી. ફૂગ્ગાઓ અને તિરંગાઓથી સજાવેલી આ રીક્ષા કાર્યક્રમના સ્થળે પહોંચી ત્યારે બધાની નજર એ તરફ હતી. રીક્ષા જુહાપુરાના વતની મોહંમદ હુસૈનની હતી. તેમણે આજના દિવસ માટે ખાસ આ શણગાર પોતાની રીક્ષાને કર્યો હતો. આ પ્રસંગે બન્ને કોમના આગેવાનો દ્વારા શાંતિના કબૂતર પણ ઉડાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. જેમાં શાળાઓના બાળકો પણ હાજર રહ્યાં હતાં.


આ પણ વાંચો :