મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By વેબ દુનિયા|

રિપોર્ટિગ

N.D
શહેરમાં કોમી તોફાનો થઈ રહ્યા હતા. ચારે બાજુ હાહાકાર મચ્યો હતો. બેકાબૂ ભીડ પર નિયંત્રણ કરવુ અસંભવ થતુ જઈ રહ્યુ હતુ. . ભીડ હતી કે વધતી જઈ રહી હતી. કોઈ પત્થર ફેંકી રહ્યો હતો તો કોઈ ધીરેથી આગ લગાવીને ભીડમાં ઘૂસી જતા હતા. પત્થરમારો અને આગચાંપીની ઘટનાઓ વધતી જઈ રહી હતી કે અચાનક ગોળીબાર પણ શરૂ થઈ ગયો. લોકો ઘાયલ થઈને કાપેલા વૃક્ષોની જેમ પડવા લાગ્યા. ચારે બાજુ લોહી જ લોહી વેરાયેલુ દેખાવા લાગ્યુ. ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. ન જાણે કેટલા ઘાયલો રસ્તામાં જ મોતને ભેટી પડ્યા.

ચારેબાજુ હાહાકાર મચી ગયો. ટીવી ચેનલોના રિપોર્ટર જે અત્યાર સુધી ફરજ બજાવવાના મૂડમાં સુસ્ત ઉભા હતા તેઓ સક્રિય થઈ ગયા. ઘાયલો અને મૃતકોના પરિવારજનો સાથે મુલાકાતની પ્રક્રિયા ઝડપી બની ગઈ. એટલામાં ખનનન.. કરતી એક ગોળી આવી અને એક ટીવી રિપોર્ટર સાથે વાતચીત કરી રહેલ એક મૃતકના સંબંધીના હાથમાં ઘૂસી ગઈ. આવી તક દુર્લભ હોય છે, જ્યારે કોઈ સનસનીખેજ ઘટના આપોઆપ જ કેમેરામાં કેદ થઈ જાય છે. આખી ટીમ ગોળી વાગીને પડી રહેલા વ્યક્તિને કવર કરવા માટે એકદમ સક્રિય થઈ ગઈ. પરંતુ આ શુ ? રિપોર્ટરે પોતાના હાથમાં પકડેલુ માઈક પોતાના મદદનીશ પાસે ફેકી દીધુ અને તરત જ ગોળી વાગીને પડી રહેલ વ્યક્તિને પકડી લીધો. રિપોર્ટર એ વ્યક્તિને સહારો આપીને પાસે ઉભી રહેલી એક કાર સુધી લઈ ગયો અને કાર પાસે ઉભેલી વ્યક્તિને જલ્દી હોસ્પિટલ લઈ જવાનુ કહેવા લાગ્યો. ટીવી ચેનલની ટીમના લોકો ગુસ્સે થઈને કહેવા લાગ્યા કે તે આ શુ કર્યુ ? આટલા સારા કવરેજનું સત્યાનાશ કરી નાખ્યુ અને સાથે સાથે પોતાના કેરિયરનુ પણ ?

'જો ગોળી વાગેલ વ્યક્તિને સમયસર સારવાર મળી જાય તો શક્ય છે કે તે બચી જાય અને એક પરિવાર વેરાવવાથી બચી જાય અને આ પણ કોઈ ઓછી મહત્વની સ્ટોરી નહી હોય' રિપોર્ટરે કહ્યુ.

રિપોર્ટર ઘાયલ વ્યક્તિને લઈને તરત જ રવાના થઈ ગયો પરંતુ ઘાયલ વ્યક્તિને લઈ જતા આ રિપોર્ટરને કોઈ ટીવી ચેનલે કવર ન કર્યો. ટીવી ચેનલોની ટીમો કોઈ સારી સ્ટોરીને કવર કરવાના શોધમાં લાગી ગઈ.