બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Updated : શુક્રવાર, 4 માર્ચ 2022 (12:42 IST)

Holi Katha- હોળીની પ્રચલિત કથા

હોળીનો તહેવારનો મુખ્ય સંબંધ પ્રહલાદ સાથે છે. પ્રહલાદ હતો વિષ્ણુ ભક્ત પણ તેણે એવા પરિવારમાં જન્મ લીધો હતો જેનો મુખ્ય માણસ ક્રૂર અને નિર્દયી હતો. પ્રહલાદના પિતા એટલે કે નિર્દયી હિરણ્યકશ્યપ પોતાની જાતને ભગવાન સમજતો હતો અને પ્રજા પાસે પણ એ જ આશા રાખતો હતો કે તેઓ પણ એની જ પૂજા કરે અને તેને જ ભગવાન માને. જે લોકો આવુ ન કરતા તેમને મારી નાખવામાં આવતા અથવા તો જેલમાં નાખી દેવામાં આવતા. જ્યારે હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ વિષ્ણુ ભક્ત નીકળ્યો તો પહેલા તો તેને એ નિર્દયીએ ધમકાવ્યો અને પછી તેની પર અનેક દબાણો કર્યા કે તે વિષ્ણુની ભક્તિ છોડી હિરણ્યકશ્યપની પૂજા કરે. પણ પ્રહલાદને તો પોતાના ઈશ્વર પર શ્રધ્ધા હતી તેથી તે પોતાની ભક્તિથી ડગમગાયા વગર વિષ્ણૂની જ પૂજા કરતો. 
 
બધા પ્રયત્નો કર્યા પછી પણ જ્યારે પ્રહલાદ ન માન્યો તો હિરણ્યકશ્યપે તેને મારવાનો વિચાર કર્યો. તે માટે તેણે ઘણા પ્રયત્નો કર્યા પણ પ્રહલાદ મર્યો નહી. છેવટે તે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોળિકા જેણે અગ્નિમાં ન બળવાનુ વરદાન હતુ તેને બોલાવી અને પ્રહલાદને મારવાની એક યોજના બનાવી. એક દિવસ નિર્દયી રાજાએ બધી બહુ લાકડીઓ ભેગી કરી અને તેમાં આગ ચાંપી દીધી. જ્યારે બધી લાકડીઓ તીવ્ર વેગથી બળવા લાગી, ત્યારે રાજાએ પોતાની બહેનને આદેશ આપ્યો કે તે પ્રહલાદને લઈને સળગતી લાકડીઓ વચ્ચે જઈ બેસે. હોળીકાએ એવુ જ કર્યુ. મગર દેવયોગથી પ્રહલાદ તો બચી ગયો, પરંતુ હોળીકા વરદાન પ્રાપ્ત હોવા છતાં બળીને રાખ થઈ ગઈ. ત્યારથી પ્રહલાદની ભક્તિ અને અસુરી રાક્ષસી હોળિકાની સ્મૃતિમાં આ તહેવારને મનાવતા આવી રહ્યા છે.