શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. હોળી
Written By વેબ દુનિયા|

મોબાઇલમાં હોળી...

દિલથી દિલ મળવાનો તહેવાર

હોળી છે એક એવો તહેવાર
દિલથી દિલ મેળવવાનો
પરેજ છે જેમને રંગોથી
તેમણે પણ રંગીન કરવાનો

મોબાઈલ નહી પિચકારી

દૂરથી જોયુ તો અમે સમજ્યા કે
તેમના હાથોમાં છે મોબાઈલ
રંગાઈ ગયા પછી જાણ્યુ
આ તો છે પિચકારીની નવી સ્ટાઈલ

પૂછીને લગાવજો રંગ

લગાવી ન દેશો, વગર પૂછે
કોઈને રંગ અજાણ્યો
તમને ખબર નથી કે આજકાલ
ચોઈસનો છે જમાનો

આપણા નેતા

ભગવાન જાણે તેઓ કયા
સાબુથે ન્હાય છે.
રોજ મોઢુ કાળુ કરે છે
છતાં તેઓ ઉજળા જ દેખાય છે.

રંગોનો વરઘોડો

રંગોનો વરઘોડો છે
નેતા બન્યા છે વરરાજા
આમની જેમ રંગ બદલવો
શીખશો તો મળશે સજા

આ સાસુ કદી વહુ નહોતી

આજે વાઘણ છે
કાલે ભલે ગાય હશે
લાગતુ નથી કે આ
સાસુ પણ કદી વહુ હશે.

મોટા લોકો

મોટા લોકો મોટી પસંદ
ભૂલી રહ્યા છે હવે હોળીનો રંગ

રોજ છે રંગોનો બજાર

રંગ-બેરંગી વસ્તુઓથી
દેશનો બજાર પટાયો છે
છતાં દેશમાં
રંગોની કિમંત ક્યાં ઘટી છે.