શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

કમીને

IFM
બેનર : યૂટીવી મોશન
નિર્માતા : રોની સ્ક્રૂવાલા
નિર્દેશન અને સંગીત - વિશાલ ભારદ્વાજ
ગીત - ગુલઝાર
કલાકાર - શાહિદ કપૂર, પ્રિયંકા ચોપડા, અમોલ ગુપ્તે, દેવ મુખર્જી

'મકબૂલ' અને 'ઓંકારા' જેવી ફિલ્મ બનાવી પ્રશંસા એકત્ર કરનારા વિશાલ ભારદ્વાજે જ્યારે આવનારી ફિલ્મનુ નામ 'કમીને' પસંદ કર્યુ તો મોટાભાગના લોકોને આ નહોતુ ગમ્યુ. પરંતુ જ્યારે વિશાલના ગુરૂ ગુલઝારે આને ઉત્તમ બતાવ્યુ ત્યારે વિશાલે નક્કી કરી લીધુ કે આ જ તેમની ફિલ્મનુ નામ રહેશે.

'કમીને' ફિલ્મમાં તેઓ પહેલા સેફ અલી ખાનને લઈને બનાવવા માંગતા હતા, પરંતુ સેફ 'લવ આજ કલ'માં વ્યસ્ત હતા. સાથે-સાથે વિશાલને લાગ્યુ કે સેફની વય 'કમીને'ના પાત્રના વય કરતા ઘણી વધુ છે. તેથી ઓછી વયના શાહિદ કપૂરને તેમણે પસંદ કર્યો. શાહિદના કેરિયર માટે આ ફિલ્મ નિર્ણાયક સાબિત થઈ શકે છે. શાહિદ આ ફિલ્મમાં ડબલરોલમાં છે.

ચાર્લી (શાહિદ કપૂર) અને ગુડ્ડૂ (શાહિદ કપૂર) બંને ભાઈ છે. ચાર્લી ઝડપથી શ્રીમંત બનવા માંગે છે. શ્રીમંતની જેમ જીવવા માંગે છે. જેને ખાતર એ કંઈ પણ કરી શકે છે. છેવટે તે એક દિવસ ગલીનો ગુંડો બની જાય છે.

IFM
ગુડ્ડુ એક એનજીઓ ફર્મમાં ટ્રેની છે. તે ખૂબ જ ઈમાનદાર અને મહેનતી છે. સ્વીટી (પ્રિયંકા ચોપડા)એ તેનુ દિલ ચોરી લીધુ છે. સ્વીટીનુ પુરૂ નામ સ્વીટી શેખર ભોપે છે. સ્વીટી પોતાના ભાઈ ભોપે (અમોલ ગુપ્તે) થી ખૂબ જ ગભરાય છે, જે ગેંગસ્ટર છે અને પોતાની જાતને ગરીબોનો મસીહા માને છે. પરંતુ ગુડ્ડૂના પ્રેમમાં પડતા જ સ્વીટીનો ચહેરો ખીલી જાય છે.

ચાર્લી અને ગુડ્ડુ આમ તો છે જોડિયા ભાઈ, પરંતુ એક-બીજાથી બિલકુલ અલગ છે. ચાર્લી તોતડાય છે અને ગુડ્ડુ બોલતા-બોલતા અચકાય છે. તેઓ એકબીજાને જોવાનુ પણ પસંદ નથી કરતા. ચોમાસાની એક રાત્રે ચાર્લી અને ગુડ્ડૂની જીંદગી સામસામે આવી જાય છે.

ઓછા સમયમાં શ્રીમંત બનવાના ચક્કરમાં ચાર્લી ખરાબ રીતે ફસાય જાય છે અને ગુડ્ડુના માથે અજાણતા તેની પ્રેમિકા સ્વીટીએ ઈનામ જાહેર કરી દીધુ છે. આ બંને ભાઈઓ બંદૂક, ડ્રગ્સ અને પૈસાની દુનિયામાં ગૂમ થઈ જાય છે. તેમનો સામનો ગૈગસ્ટર્સ, વિદ્રોહી સૈનિકો, ભ્રષ્ટ રાજનેતાઓ અને પોલીસની વર્દી ધારણ કરેલ બદમાશો સાથે થાય છે.

IFM
આ બધાનો સામનો કરવા માટે, ઈચ્છા ન હોવા છતાં પણ બંને ભાઈઓને એક થવુ પડે છે. જેથી કરીને તેઓ ભેગા મળીને પોતાના સપના અને પોતાના પ્રેમને પણ બચાવી શકે.