1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
  4. Narendra Modi invites journalists, editors for 'Deepawali Milan'

પત્રકારો સાથે મારો મૈત્રીપુર્ણ વ્યવ્હાર રહ્યો છે - પત્રકારોને મળ્યા મોદી

પત્રકારો
. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમયે બીજેપીની ઓફિસમાં પત્રકારો સાથે મુલાકાત કરી રહ્યા છે. દિવાળી મંગળ મિલન કાર્યક્રમમા ભાગ લેવા માટે અનેક પત્રકારોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ હાજર છે. પીએમે કહ્યુ કે પત્રકારો સાથે મારો મૈત્રીપુર્ણ વ્યવ્હાર રહ્યો છે. તેમણે સ્વચ્છતા અભિયાન પ્રતિ જાગૃતતા ફેલાવવા મીડિયાનો આભાર વ્યક્ત કર્યો. 
 
બીજેપી ઓફિસ પર દિવાળી મંગળ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમા મીડિયાને આમંત્રિત કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં મોદી તમામ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા છે. મોદી અને અમિત શાહ ઉપરાંત આ કાર્યક્રમમાં પાર્ટીના કેટલાક સાંસદ ચાર મંત્રી અને સંસદીય બોર્ડના સભ્યોનો પણ સમાવેશ છે. 
 
અહી 400-500 પત્રકારોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. તેમા અનેક મીડિયા સંસ્થાનોના સંપાદક પણ જોડાયા છે. મોદીના વિદેશી પ્રવાસ સહિતના તમામ મુદ્દા છે જેના પર પત્રકાર પીએમ મોદીને સવાલ કરી તેમનો દ્રષ્ટિકોણ જાણવા માંગે છે. આજે પત્રકારોને મળ્યા બાદ પ્રધાનમંત્રી મોદી કાલે મતલબ 26 ઓક્ટોબરના રોજ એનડીએના સાંસદોને ડિનર આપશે. આ બંને કાર્યક્રમ દિવાળી મિલન સમારોહના હેઠળ આયોજીત કરવામાં આવી રહ્યો છે.