સંબંધિત સમાચાર
- શરીરમાં પ્રોટીનની ઉણપ થતા કઈ સમસ્યાઓ થઈ શકે છે ? જાણો કયા ફૂડસ પ્રોટીનની કમી દૂર કરે છે ?
- World Liver Day: કયા પરિબળો લીવરને નુકસાન પહોંચાડી શકે છે, અને કયા લક્ષણો તાત્કાલિક સાવધાની રાખવા જોઈએ?
- અળસીનું પાણી પીવાથી શું થાય છે ? વજન ઓછું કરવા સાથે અનેક સમસ્યાઓ કરશે દૂર
- ચા પીધા પછી તરત જ પાણી પીવું છે ખતરનાક, શરીર પર શું અસર પડે છે જાણો આની પાછળનાં કારણ
- Brain Stroke શુ છે ? જાણો બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો અને બચવાના ઉપાય
National Tea Day 2026: શું તમે પણ દૂધવાળી ચા પીવો છો ? તો જાણી લો તેનાથી આરોગ્યને થતા નુકશાન
Milk tea side effects
Milk tea side effects
ભારત જેટલા ચાના જેટલા શોખીન લોકો છે કદાચ જ બીજા કોઈ દેશમાં હશે. મોટાભાગના ઘરોમાં દિવસની શરૂઆત ચાથી થાય છે. ચા પ્રત્યેનો આપણો પ્રેમ અને તેની સાથેનો આપણો સંબંધ વર્ષો જૂનો છે, જે સમય જતાં ગાઢ બનતો જાય છે. ચા સાથેના આ જોડાણને વધુ મજબૂત બનાવવા માટે, ભારતમાં દર વર્ષે 21 એપ્રિલે રાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે, ચા દિવસનું સૂત્ર છે "વધુ ચા બનાવો. વધુ કામ કરો." હવે, એક કપ ચા લો અને ચા ચુસ્કી સાથેસેલિબ્રેટ કરો. જો કે, તમે કયા પ્રકારની ચા પીઓ છો તે પણ મહત્વપૂર્ણ છે. કારણ કે આપણે દૂધ સાથે જે પ્રકારની ચા પીએ છીએ તે ફાયદા કરતાં વધુ નુકસાન કરે છે. હા, આ વાત ટી લવર્સને કદાચ ન ગમે પણ આરોગ્ય નિષ્ણાતો દૂધની ચા ટાળવાની સલાહ આપે છે. ચાલો જાણીએ કે દૂધની ચા પીવાના શું નુકશાન છે.
દૂધવાળી ચા ના નુકશાન
આયુર્વેદિક મુજબ દૂધની ચા પીવી સ્વાસ્થ્ય માટે ઝેરી છે. આનું કારણ એ છે કે બંને સંયોજનોમાં રહેલા કેટલાક તત્વો શરીરને નુકસાન પહોંચાડી શકે છે. ચામાં ફ્લેવોનોઈડ્સ નામના એન્ટીઑકિસડન્ટ હોય છે, જ્યારે દૂધમાં કેસીન નામનું પ્રોટીન હોય છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે ફ્લેવોનોઈડ્સ અને કેસીન ભેગા થઈને રાસાયણિક પ્રતિક્રિયા બનાવે છે. દૂધની ચા પીવાથી લીવરને નુકસાન થઈ શકે છે, તમારા લોહીને એસિડિક બનાવી શકે છે, પિત્તમાં વધારો થઈ શકે છે અને કિડનીને પણ નુકસાન થઈ શકે છે. ચા હરસનું કારણ બની શકે છે. માથાનો દુખાવો અને માઈગ્રેન પણ ચાથી વધે છે.
પાચન સમસ્યાઓ - જે લોકો વારંવાર દૂધની ચા પીવે છે તેમને પાચન સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. કેટલાક લોકોને દૂધની ચા થી પેટનું ફૂલવું, ભારેપણું અને અપચોનો અનુભવ થાય છે. ડેરી ઉત્પાદનો અપચો અને ગેસનું કારણ બને છે. જે લોકોને લેક્ટોઝથી એલર્જી હોય છે તેઓએ દૂધની ચા ટાળવી જોઈએ.
એસિડિટી વધે છે - દૂધની ચામાં વધુ ચરબીવાળા દૂધનો ઉપયોગ કરવાથી અથવા તેને બનાવતી વખતે દૂધને વધુ ઉકાળવાથી એસિડિટી થઈ શકે છે. દૂધની ચા પેટની સમસ્યાઓનું કારણ પણ બની શકે છે, એસિડિટી વધી શકે છે.
ડિહાઇડ્રેશન - દૂધની ચા વારંવાર પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. કેફીન ગંભીર ડિહાઇડ્રેશનનું કારણ બને છે. આનાથી કેટલાક લોકોમાં કબજિયાત, હાર્ટબર્ન અને પેટની અન્ય સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને સવારે ખાલી પેટે દૂધની ચા પીવાનું ટાળવું મહત્વપૂર્ણ છે.
અન્ય સમસ્યાઓ - વધુ પડતી જાડી અથવા દૂધવાળી ચા પીવાથી કેટલાક લોકોમાં ઉબકા, ઉલટી અને ભૂખ ન લાગવી જેવી નાની અગવડતાઓ થઈ શકે છે. આ તમારી દિનચર્યા અને લાઈફસ્ટાઇલને અસર કરી શકે છે. તેથી, જો તમે ચા પીવા માંગતા હોય, તો દૂધ વગરની ચા અથવા બ્લેક ટી પીઓ.