1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. Ravi Pushya Nakshatra 2026

Pushya Nakshatra 2026: દિવાળી પહેલા ખરીદીનુ મહામુહૂર્ત પુષ્ય નક્ષત્ર ક્યારે છે ? જાણો આ દિવસે શુભ મુહુર્તમાં શુ ખરીદવુ

pushy nakshtra
pushy nakshtra
Happy Diwali 2026: દિવાળીનો  તહેવારો નજીક આવતાં જ બજારમાં ખરીદીનો માહોલ જામવા લાગ્યો છે. દર વર્ષે લોકો દિવાળી પહેલા ખરીદીના મહામુહૂર્ત પુષ્ય નક્ષત્રની રાહ જુએ છે. આ  વર્ષે 1 નવેમ્બર, 2026ના રોજ રવિ પુષ્ય નક્ષત્રનો વિશેષ યોગ રચાવાનો છે.  ધનતેરસ અને દિવાળી પહેલાં પણ આ દિવસે ખરીદી કરી શકાય છે. આ વખતે આ સંયોગ 01 નવેમ્બર 2026ના રોજ બનશે. આ વખતે રવિવારે પુષ્ય નક્ષત્ર હોવાથી તે રવિપુષ્ય યોગ રહેશે.
જ્યોતિષીય માન્યતા અનુસાર, આ યોગ સોના-ચાંદી, ઝવેરાત, વાહન, જમીન-મકાન, નવા ચોપડા અને અન્ય કિંમતી વસ્તુઓની ખરીદી માટે શુભ માનવામાં આવે છે. દિવાળી પહેલાં આવતો આ યોગ વેપારીઓ તેમજ સામાન્ય લોકો માટે ખરીદી અને નવા કાર્યોની શરૂઆતનો અવસર બની શકે છે.
જ્યોતિષશાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને કલ્યાણકારી અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. રવિવારના દિવસે આ નક્ષત્ર આવતું હોવાથી આ યોગને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે.
 
આ વર્ષે દિવાળી 8 નવેમ્બર, 2026ના રોજ આવતી હોવાથી તેના સાત દિવસ પહેલાં આ યોગ રચાવાનો છે. તેથી દિવાળીની ખરીદીનું આયોજન કરતા લોકો માટે આ દિવસ મહત્ત્વનો ગણાય છે.
 
પુષ્ય નક્ષત્રનું મહત્ત્વ: જ્યોતિષશાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. તેને સમૃદ્ધિ તથા શુભ કાર્યોની શરૂઆત સાથે જોડવામાં આવે છે.
 

પુષ્ય નક્ષત્રની તિથિ અને મુહૂર્ત 

 
પુષ્ય નક્ષત્ર પ્રારંભ: 1 નવેમ્બર 2026, સવારે 05:39 વાગ્યાથી
 
પુષ્ય નક્ષત્ર સમાપ્ત: 2 નવેમ્બર 2026, સવારે 04:30 વાગ્યા સુધી
 
 
ચાલો જાણીએ ખરીદી માટેના સૌથી શુભ મુહૂર્ત વિશે
 
 
રવિ પુષ્ય યોગ: 1 નવેમ્બર, સવારે 05:39 વાગ્યાથી 2 નવેમ્બર, સવારે 04:30 વાગ્યા સુધી
 
સર્વાર્થ સિદ્ધિ યોગ: 1 નવેમ્બર, સવારે 06:33 વાગ્યાથી 2 નવેમ્બર, સવારે 04:30 વાગ્યા સુધી
 
અભિજીત મુહૂર્ત: બપોરે 11:42 વાગ્યાથી 12:27 વાગ્યા સુધી
 
ગોધૂલિ મુહૂર્ત: સાંજે 05:36 વાગ્યાથી 06:02 વાગ્યા સુધી
 

પુષ્ય નક્ષત્રમાં શું ખરીદવું શુભ ગણાય છે?

 
ગ્રહોના પ્રભાવ અનુસાર આ દિવસે નીચે મુજબની વસ્તુઓની ખરીદી અને રોકાણ કરવું અત્યંત ઉત્તમ માનવામાં આવે છે:
 
દેવગુરુ બૃહસ્પતિનો કારક હોવાને કારણે સોનું ખરીદવું અત્યંત શુભ છે.
 
ચંદ્રના પ્રભાવથી ચાંદી અને નવાં વાસણો ખરીદવા સમૃદ્ધિદાયક માનવામાં આવે છે.
 
શનિદેવના પ્રભાવને કારણે વાહન, લોખંડ કે મશીનરી ખરીદવી ફળદાયી રહે છે.
 
ચોપડા (બહી-ખાતા), નવાં વસ્ત્રો, ઘર માટે જરૂરી ઉપયોગી સામાન અને જમીન કે પ્રોપર્ટીમાં મોટું રોકાણ કરવું આ દિવસે શુભ રહે છે.
 
 
 
આગળનો લેખ
Karwa Chauth Vrat Katha - કરવા ચોથ વ્રત કથા (સાંભળો વીડિયો)