Karwa Chauth Solah Shringar: કરવા ચોથ પર રાશિ મુજબ પહેરો શુભ રંગની બંગડીઓ, મજબૂત થશે શુક્ર અને વધશે પ્રેમ
karwa chauth
કરવા ચોથનું વ્રત અખંડ સૌભાગ્ય અને અતૂટ પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ ખાસ દિવસે પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુ માટે સોળ શણગાર સજીને પ્રાર્થના કરે છે. કરવા ચોથ પર બંગડીઓ પહેરવાનું વિશેષ મહત્વ છે, કારણ કે તેમને પ્રેમ અને સુંદરતાના કારક ગ્રહ શુક્રનું પ્રતીક ગણવામાં આવે છે. તેથી, આ કરવા ચોથ પર તમારી રાશિ મુજબ યોગ્ય રંગની બંગડીઓ પહેરવાથી કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત બને છે અને પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ અને દંપતી સંબંધ વધુ ગાઢ થાય છે. ચાલો જાણીએ કે તમારી રાશિ અનુસાર કયા રંગની બંગડીઓ સૌથી શુભ રહેશે અને આ દિવસે કયા સરળ ઉપાયો કરવા જોઈએ.
મેષ અને વૃશ્ચિક
મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. તેથી, કરવા ચોથ પર, આ રાશિઓ હેઠળ જન્મેલા લોકોએ ચટક લાલ અથવા મરૂણ રંગની કાચની બંગડીઓ પહેરવી જોઈએ.
ઉપાય: દેવી ગૌરીને સિંદૂર અર્પિત કરો અને તેમાંથી થોડુ તમારા કપાળ પર લગાવો. આ મંગળના અશુભ પ્રભાવોને શાંત રહે છે.
વૃષભ અને તુલા
શુક્ર ગ્રહ વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે. શુક્રને પ્રેમ, સુંદરતા અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. તેથી, આ રાશિઓ હેઠળ જન્મેલા લોકોએ કરવા ચોથ પર ચમકીલી સફેદ, સિલ્વર અથવા ગુલાબી રંગની કાચની બંગડીઓ પહેરવી જોઈએ.
ઉપાય: દેવી પાર્વતીને સફેદ બરફી અથવા મખાણાની ખીર અર્પિત કરો. આનાથી તમારા લગ્ન જીવનમાં મધુરતા જળવાઈ રહેશે.
મિથુન અને કન્યા
આ બંને રાશિઓનો સ્વામી ગ્રહ બુધ છે. બુધને બુદ્ધિ અને સંવાદનો કારક માનવામાં આવે છે. મિથુન અને કન્યા રાશિની સ્ત્રીઓએ આ દિવસે લીલા રંગની બંગડીઓ પહેરવી જોઈએ. આનાથી તમારા સંબંધોમાં પરસ્પર અંડરસ્ટેંડિંગ વધશે.
ઉપાય: પૂજા પછી, ઘરની કોઈ પરિણીત વૃદ્ધ સુહાગનને લીલા રંગની બંગડીઓ ભેટમાં આપો.
કર્ક
કર્ક રાશિનો સ્વામી મનનો કારક ચન્દ્રમાં છે. કરવા ચોથ પર તમારે સિલ્વર અથવા મોતી જડિત બંગડીઓ પહેરવી જોઈએ. આવુ કરવાથી દામ્પત્ય સુખ પ્રાપ્ત થશે.
ઉપાય: ચંદ્રોદય સમયે, ચાંદીના વાસણમાં દૂધ અને ગંગાજળ ભેળવીને ચંદ્રને અર્ઘ્ય આપો.
સિંહ
સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય દેવ છે, જે માન સન્માનનું પ્રતીક છે. તેથી, સિંહ રાશિની પરિણીત સ્ત્રીઓએ આ દિવસે તેમના શૃંગારગારમાં ગોલ્ડન અથવા પીળા રંગની બંગડીઓ પહેરવી જોઈએ.
ઉપાય: વ્રતની શરૂઆત કરતા પહેલા સવારે સૂર્ય દેવને તાંબાના વાસણથી જળ અર્પિત કરો
ધનુ અને મીન
ધનુ અને મીન રાશિનો સ્વામી દેવગુરૂ બૃહસ્પતિ છે. ગુરુ લગ્ન અને વૈવાહિક સુખનું પ્રતીક માનવામાં આવે છે. આ વર્ષે કરવા ચોથ ગુરુવારે આવે છે, તેથી તમારે માટે પીળા અથવા કેસરી રંગની બંગડીઓ પહેરવી ભાગ્યશાળી રહેશે.
ઉપાય: દેવી ગૌરીને હળદરની પાંચ ગાંઠ અર્પિત કરો. પૂજા પછી, આ ગાંઠને તમારી તિજોરીમાં મુકી દો.
મકર અને કુંભ
આ બંને રાશિઓનો સ્વામી શનિ છે. . જ્યોતિષશાસ્ત્રમાં, શનિને લાંબુ આયુષ્ય આપનાર ગ્રહ માનવામાં આવે છે. કરવા ચોથ પર સંપૂર્ણપણે કાળી બંગડીઓ પહેરવાનું ટાળવું જોઈએ. મકર અને કુંભ રાશિની સ્ત્રીઓ ડાર્ક નેવી બ્લૂ અથવા જાંબલી રંગની બંગડીઓ પહેરી શકે છે.
ઉપાય : પૂજા દરમિયાન ખુદને અને તમારા પતિને કાજલનો ટીકો લગાવો.
