1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
  4. Amit Shah Ahmedabad Visit

મિશન ફાઈવ મિલિયન ટ્રી’થી હરિયાળું બનશે અમદાવાદ, 50 લાખ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ

Amit Shah Ahmedabad Visit
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના એક દિવસીય પ્રવાસે પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ભાજપના નેતાઓ અને અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમના પ્રવાસ દરમિયાન શહેરમાં વૃક્ષારોપણ અને વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
 
અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના મહત્ત્વાકાંક્ષી 'મિશન ફાઇવ મિલિયન ટ્રી' અભિયાનનો પ્રારંભ કરાવશે. આ અભિયાન હેઠળ શહેરમાં મોટા પાયે વૃક્ષારોપણ કરીને અમદાવાદને વધુ હરિયાળું અને પર્યાવરણમૈત્રી શહેર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
 
આ ઉપરાંત તેઓ સાયન્સ સિટી ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. ત્યારબાદ ઘાટલોડિયા વિસ્તારમાં આયોજિત સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે. વેજલપુર વિધાનસભા વિસ્તારના બોપલ ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ તેમની ઉપસ્થિતિ રહેશે.
પ્રવાસ દરમિયાન અમિત શાહ નારણપુરા વિધાનસભા વિસ્તારમાં યોજાનારા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આમ, તેઓ અમદાવાદમાં કુલ ચાર અલગ-અલગ સ્થળોએ વિવિધ જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે.
 
કેન્દ્રીય ગૃહમંત્રીના પ્રવાસને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તમામ કાર્યક્રમ સ્થળોએ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.