બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 6 જુલાઈ 2023 (17:49 IST)

ખાલિસ્તાની આતંકીનું રોડ અકસ્માતમાં મોત ?

ખાલિસ્તાની આતંકીનું રોડ અકસ્માતમાં મોત- 60 દિવસની અંદર, ત્રીજો ખાલિસ્તાન સમર્થક આતંકવાદી મૃત્યુ પામ્યો છે, જેમાં હરદીપ સિંહ નિજ્જર, અવતાર સિંહ ખાંડા અને પરમજીત સિંહ પંજવારનો સમાવેશ થાય છે. તેમના મૃત્યુ બાદ ગુરપતવંત સિંહ પન્નુ 3 અઠવાડિયા સુધી છુપાયા હતા.
 
ખાલિસ્તાની આતંકવાદી શીખ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંત સિંહ પન્નુનું અમેરિકામાં માર્ગ અકસ્માતમાં મોતના સમાચાર છે. ' સમાચારની પુષ્ટિની રાહ જોવાઈ રહી છે પરંતુ તેમના મૃત્યુના સમાચાર ટ્વિટર પર ઝડપથી ટ્રેન્ડ કરી રહ્યાં છે.
 
વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના ઈશારે પંજાબમાં આગ લગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. 29 એપ્રિલ 2022 ના રોજ, તેમણે 'ખાલિસ્તાન સ્થાપના દિવસ' ઉજવવાની જાહેરાત કરી હતી. તેના વિરોધમાં પટિયાલામાં એક સંગઠને ખાલિસ્તાન મુર્દાબાદ માર્ચ કાઢી હતી.
ખાલિસ્તાની આતંકીનું રોડ અકસ્માતમાં મોત ?