સંબંધિત સમાચાર
- અટલ, આડવાણીથી લઈને અમિત શાહ સુધી ગાંધીનગરના આ મહાન નેતાઓને મોકલ્યા લોકસભા
- Bharat Ratna: લાલ કૃષ્ણ અડવાણીને મળશે ભારત રત્ન એવોર્ડ, PM મોદીએ X પર પોસ્ટ કરી માહિતી
- Ram Mandir Ayodhya - નિયતિએ નક્કી કરી લીધું હતું કે..., રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને પીએમ મોદી પર શું બોલ્યા LK અડવાણી
- ફ્રીઝથી કેરી કાઢવા ગઈ માતા કરંટ લાગ્યો, દીકરી બચાવા ગઈ તેની પણ થઈ મોત
- Hathras stampede: હાથરસ અકસ્માતમાં પોલીસની મોટી કાર્યવાહી, 20 સર્વિસમેનની ધરપકડ, મુખ્ય સેવાદાર ની શોધ
લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડી, હૉસ્પિટલમાં દાખલ
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત બુધવારે કથળી હતી અને તેમને દિલ્હીની અપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા.
હૉસ્પિટલનું કહેવું છે કે તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે.
અપોલોમાં વરિષ્ઠ ન્યૂરોલૉજિસ્ટ ડૉક્ટર વિનીત સૂરીની દેખરેખ હેઠળ અડવાણીની સારવાર ચાલી રહી છે.
અડવાણીની બીમારી અંગે કોઈ જાણકારી સામે આવી નથી.
લાલકૃષ્ણ અડવાણીને 30 માર્ચ 2024ના રોજ ભારતરત્નથી સમ્માનિત કરવામા આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ અડવાણીના નિવાસસ્થાને જઈને તેમને આ સમ્માન આપ્યું હતું.
અડવાણી 1998થી 2004 સુધી વાજપેયી સરકારમાં ગૃહમંત્રી રહ્યા અને 2002થી 2004 સુધી નાયબ વડા પ્રધાન પણ રહ્યા હતા. અડવાણી 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી વડા પ્રધાનપદના ઉમેદવાર પણ હતા.
