ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 4 જુલાઈ 2024 (13:13 IST)

Team India Meets PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટીમ ઈંડિયાની મુલાકાત પુરી, ખેલાડી હોટલ માટે થયા રવાના

rohit sharma
T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતીને ભારતીય ક્રિકેટ ટીમ આખરે સ્વદેશ પરત ફરી છે. બાર્બાડોસના મેદાન પર ફાઈનલ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ત્યાં આવેલા ચક્રવાતી તોફાનના કારણે તરત જ નીકળી શકી ન હતી. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ દ્વારા બાર્બાડોસથી સીધા દિલ્હી પહોંચ્યા છે. જે બાદ હવે આજે સવારે 11 વાગે તેઓ સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને ત્યારબાદ આખી ટીમ મુંબઈ જવા રવાના થશે જ્યાં સાંજે વિજય પરેડ થશે.
 
- વિરાટ કોહલીનો પરિવાર પણ હોટલ પહોંચ્યો હતો

ભારતીય ટીમના તમામ ખેલાડીઓ હવે દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલ પહોંચી ગયા છે. વિરાટ કોહલીનો પરિવાર પણ હોટલ પહોંચ્યો હતો.
 
- રિષભ પંત T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે હોટલમાં પ્રવેશ્યો 

વિશ્વ ચેમ્પિયન ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા બાદ દિલ્હીની ITC મૌર્ય હોટલ પહોંચી છે, જ્યાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત T20 વર્લ્ડ કપની ટ્રોફી લઈને હોટલ પહોંચ્યો હતો.
 
- ભારતીય ટીમના ખેલાડીઓ હોટલ પહોંચ્યા 


 
T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ભારતીય ટીમ આજે સવારે સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા દિલ્હી એરપોર્ટ પહોંચી હતી, ત્યારબાદ ટીમ ઈન્ડિયા હવે બસમાં બેસીને દિલ્હીની ITC મૌર્ય હોટલ પહોંચી છે.
 


પીએમ સાથે મુલાકાત કરી પરત ફર્યા ટીમ ઈંડિયાના ખેલાડી 
ભારતીય ટીમના ખેલાડી ટી20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યાબાદ આજે સવારે દિલ્હી પરત ફર્યા. જ્યારબાદ તેમની મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે થવાની હતી. પીએમ સાથે હવે ટીમ ઈંડિયાના ખેલાડી મુલાકાત લીધા પછી બસ દ્વારા પરત હોટલ માટે રવાના થઈ ગયા છે. જ્યારબાદ તેઓ સીધા એયરપોર્ટ માટે નીકળશે.. મુંબઈમાં સાંજે 5 વાગ્યાથી વિક્ટ્રી પરેડ થશે. 
 


- મુંબઈમાં ટીમ ઈંડિયાના સ્વાગતની જોરદાર તૈયારી 
ટી20 વર્લ્ડ કપ 2024 ની ટ્રોફીને જીત્યા બાદ દેશમાં પરત આવેલી ભારતીય ટીમના ખેલાડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ મુંબઈ માટે રવાના થઈ જશે. ત્યા ટીમ ઓપન બસમાં સવાર થશે જેમા નરીમન પોઈંટથી લઈને વાનખેડે સ્ટેડિયમ સુધી લગભગ 1 .5 કિલોમીટર સુધીના રસ્તે વિકટ્રી પરેડ માટે જોરદાર તૈયારી કરવામાં આવી છે. 


- ટીમ ઈંડિયાના ખેલાડી પહોચ્યા પીએમ મોદીના નિવાસ સ્થાને 
ભારતીય ટીમના ખેલાડી ટી20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા પછી આજે સવારે દિલ્હી એયરપોર્ટ પહોચ્યા. હવે ટીમ ઈંડિયાના ખેલાડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા તેમના રહેઠાણ પર પહોચી ચુક્યા છે.