સંબંધિત સમાચાર
- Jammu Kashmir - રામબનમાં સ્થિતિ હજુ પણ ચિંતાજનક, બચાવ કામગીરી તેજ
- શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું- મારી સાથે શારીરિક સંબંધ બાંધો, નહીં તો હું તને નાપાસ કરીશ...
- જમ્મુ અને કાશ્મીરના રાજૌરીથી મોટા સમાચાર, પોલીસ પેટ્રોલિંગ પાર્ટી પર ગ્રેનેડ હુમલો
- રમઝાન દરમિયાન ફેશન શો યોજવાને લઈને કાશ્મીરમાં હંગામો થયો, લોકો ગુસ્સામાં રસ્તા પર ઉતરી આવ્યા
- Jammu Kashmir Rajouri Rare Disease રહસ્યમય બીમારીથી યુવતીનું મોત, જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં અચાનક 10 લોકોના મોત
Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમા પર્યટકો પર આતંકી હુમલો, 2 ના મોત, 12-13 ગંભીર રૂપે ઘાયલ
jammu kashmir image source_X
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરથી દિલ દહેલાવનારી આતંકી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પ્રદેશના પહેલગામ વિસ્તારમા આતંકવાદીઓએ પર્યટકો પર હુમલો કર્યો છે.. આ હુમલામાં અત્યાર સુધી 12 પર્યટકો ગંભીર રૂપે ઘાયલ થવાના સમાચાર આવ્યા છે. એક પર્યટકનુ મોત થઈ ગયુ છે. આ ઘટના પછી સુરક્ષાબળોના જવાનોએ વિસ્તારમં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે.
કેવી રીતે થયો આતંકી હુમલો ?
અત્યાર સુધી મળતી માહિતી મુજબ આતંકવાદીઓએ પહેલગામમાં લગભગ 3 થી 5 મિનિટ સુધી ગોળીબાર કર્યો. આ પછી તે ત્યાંથી ભાગી ગયો. આ આતંકવાદી હુમલામાં 12 -13 પ્રવાસીઓ ઘાયલ થયા હતા, જેમાં એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે બધાને અનંતનાગની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઓપરેશન ભારતીય સેનાના વિક્ટર ફોર્સ અને સ્પેશિયલ ફોર્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસના SOG અને CRPF દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
Dont trust Muslims when they say, terrorist dont have religion.
— Oxomiya Jiyori ???????? (@SouleFacts) April 22, 2025
Islamist terrorists killed tourists in #Pahalgam of South Kashmir after checking that they were not Muslims. Trousers of tourists pulled down, ID Cards checked. Listen to what the Hindu victim says. Tourist killed… pic.twitter.com/Tlf7J7Bgji
વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ
પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબાર બાદ, વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટનાની પુષ્ટિ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો ઘટનાસ્થળે હાજર છે. સેનાના અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધી આતંકવાદીઓ અને સેના વચ્ચે ગોળીબારના કોઈ સમાચાર નથી. આ ઘટના અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
મળતી માહિતી મુજબ સેનાના 15 કોર કમાંડર લેફ્ટિનેટ જનરલ પ્રશાંત શ્રીવાસ્તવ હેલીકોપ્ટર થી ઘટનસ્થળ પર પહોચ્યા છે. ભારતીય સેનાની વિક્ટર ફોર્સના જવાન આતંકવાદીઓની શોઘ માટે ઘાટીના ટોચ પર પહોચી ગયા છે. આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ થઈ ગયુ છે.

