Webdunia - Bharat's app for daily news and videos

Install App

Prateek Yadav Death Reason: આટલા ફિટ હતા પછી અચાનક... અખિલેશ યાદવના સાવકા ભાઈ પ્રતીક યાદવના મોતનુ કારણ શુ હતુ ?

વેબદુનિયા ન્યુઝ ટીમ
બુધવાર, 13 મે 2026 (10:36 IST)
સમાજવાદી પાર્ટીના સંરક્ષક સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવના પુત્ર અને અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું નિધન થયું છે. આજે વહેલી સવારે 6:15 વાગ્યે જ્યારે તેમને ગંભીર હાલતમાં લખનૌની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા, ત્યારે ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. હંમેશા ફિટનેસ પ્રત્યે જાગૃત રહેતા અને જીમ લવર તરીકે જાણીતા પ્રતીક યાદવના આકસ્મિક અવસાનથી પરિવાર અને સમર્થકો સ્તબ્ધ થઈ ગયા છે.
 

ફેફસામાં ક્લોટિંગની સમસ્યા બની મોતનું કારણ

પ્રતીક યાદવના મોતના કારણ અંગે મળતી વિગતો મુજબ, તેઓ લાંબા સમયથી ફેફસાંની (Lungs) બીમારીથી પીડાતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના ફેફસામાં લોહીના ગઠ્ઠા જામી જવાની એટલે કે ક્લોટિંગની ગંભીર સમસ્યા હતી. આ જ કારણે તેમની સારવાર ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં પણ ચાલી રહી હતી. આજે સવારે અચાનક તબિયત લથડતા અને શરીરે પ્રતિસાદ આપવાનું બંધ કરી દેતા તેમનું અવસાન થયું હતું.
ALSO READ: Prateek Yadav Death: પ્રતીક યાદવની મોત પર અખિલેશ યાદવે દુખ વ્યક્ત કર્યુ, પહોચ્યા KGMU હોસ્પિટલ

અગાઉ હોસ્પિટલમાંથી રજા લીધા વગર ઘરે આવ્યા હતા

સ્વાસ્થ્ય અંગેની વધુ માહિતી મુજબ, 30  એપ્રિલના રોજ પણ પ્રતીક યાદવને લખનૌની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ત્રણ દિવસની સારવાર બાદ થોડી રાહત મળતા તેઓ વિધિવત રજા લીધા વગર જ ઘરે પરત ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે અખિલેશ યાદવ જ્યારે મેદાંતા હોસ્પિટલની મુલાકાતે હતા ત્યારે તેમણે પ્રતીકની મુલાકાત લીધી હતી અને તેમના ખબર-અંતર પૂછ્યા હતા.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prateek Yadav (@iamprateekyadav)


ALSO READ: કેન્દ્ર સરકારે આજથી આયાત ડ્યુટીમાં વધારો કરતા સોનું અને ચાંદી ખરીદવી મોંઘી થઈ ગઈ છે. આ નિર્ણયની શું અસર થશે તે જાણો.

અંતિમ સમયે પત્ની અર્પણા યાદવ દિલ્હીમાં હતા

જ્યારે પ્રતીક યાદવને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે તેમના પત્ની અને ભાજપના નેતા અર્પણા યાદવ હાજર નહોતા, કારણ કે તેઓ કોઈ કામ અર્થે દિલ્હીમાં હતા. પ્રતીકને તેમના સાળા હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને 'બ્રોટ ડેડ' જાહેર કર્યા હતા. હાલમાં તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે, જેના રિપોર્ટ બાદ મોતના સચોટ કારણો પર અંતિમ મહોર વાગશે.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ત્રિશા કૃષ્ણને થલાપતિ વિજયનો જન્મદિવસ એક ખાસ રીતે ઉજવ્યો, શેર કરી એક ઝલક

ગુજરાતી જોક્સ - પત્ની મોટી

Jokes - ગુજરાતી જોક્સ

ગુજરાતી જોક્સ

આગળનો લેખ
Show comments