1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
  4. Jammu Kashmir, Fire

જમ્મુ-કાશ્મીરના એક મદરસામાં લાગી આગ, 4 યુવક દઝાયા, એકનુ મોત, ઘટનાનો VIDEO આવ્યો સામે

Anantnag
અનંતનાગમાં ફૈઝાન બાબા હૈદર ઋષિ દારૂલ ઉલૂમ મદરેસામાં ભીષણ આગ લાગી. એક કિશોરનું મોત થયું અને ત્રણ અન્ય ઘાયલ થયા.

 
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાંથી ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મંગળવારે અહીં એક મદરેસામાં લાગેલી આગમાં 12 વર્ષના એક છોકરાનું મોત થયું અને ત્રણ અન્ય ઘાયલ થયા.

 
એક અધિકારીએ જણાવ્યું કે અનંતનાગમાં કોર્ટ રોડ પર ફૈઝાન બાબા હૈદર ઋષિ દારૂલ ઉલૂમમાં આગ લાગી હતી, જેમાં ચાર છોકરાઓ દાઝી ગયા હતા. તેમણે ઉમેર્યું કે ઘાયલોમાંથી એક બિલાલ અહેમદનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે અને કારણની તપાસ કરવામાં આવી રહી છે.

 
અહેવાલો અનુસાર, કોર્ટ રોડ પર આવેલી મદરેસામાં 11 અને 12 મેની રાત્રે આગ લાગી હતી. જ્યારે આગ લાગી ત્યારે વિદ્યાર્થીઓ ગાઢ નિંદ્રામાં હતા. આગ ઝડપથી દારુલ ઉલૂમ કેમ્પસને ઘેરી લે છે.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો