સંબંધિત સમાચાર
- લખનૌમાં ભયાનક માર્ગ અકસ્માત; વાન, ઈનોવા અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર
- જે ઘરમાં વાગવાની હતી શહેનાઈ, ત્યા સાંભળવા મળી ચીસાચીસ, કારમાં જીવતો સળગી ગયો વરરાજા
- મનુ ભાકર પર દુ:ખનો પહાડ પડ્યો, નાની અને મામાનું માર્ગ અકસ્માતમાં મોત.મનુ ભાકર પર દુ:ખનો પહાડ પડ્યો
- છત્તીસગઢના ધારાસભ્ય ઈન્દર સાઓ બન્યા માર્ગ અકસ્માતનો શિકાર; પરિવાર સાથે મહાકુંભ પ્રયાગરાજ જઈ રહ્યા હતા
- માર્ગ અકસ્માતમાં ઘાયલોને મળશે 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર, નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત
પંજાબમાં જીવલેણ બન્યુ ધુમ્મસ, પિકઅપ વેને ટ્રકને ટક્કર, રસ્તા પર પથરાઈ લાશો, 9 નુ ઘટના સ્થળ પર જ મોત
punjab accident
પંજાબના ફિરોજપુર જીલ્લામાં ભીષણ માર્ગ અકસ્માત થયો છે. પોલીસે કહ્યુ કે શુક્રવારે જીલ્લામાં ગાઢ ધુમ્મસ વચ્ચે એક પિકઅપ વેને કૈંટર ટ્રકને ટક્કર મારી. માર્ગ અકમાતમાં 9 લોકોના મોત થઈ ગયા. બીજા અનેક ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા. પોલીસે કહ્યુ કે પિકઅપ વૈન અને ટ્ર્ક વચ્ચે આ દુર્ઘટના ગુરૂહરસહાય ઉપ-મંડલના ગોલૂના મૌર ગામ પાસે થઈ છે.
ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
ગુરુ હર સહાયના પોલીસ અધિક્ષક સતનામ સિંહે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ રોડ સેફ્ટી ફોર્સ (SSF) ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને જલાલાબાદના ગુરુ હર સહાયની નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા અને કેટલાક ગંભીર રીતે ઘાયલોને ફરીદકોટની ગુરુ ગોવિંદ સિંહ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા.
STORY | Road accident in Punjab leaves nine dead
— Press Trust of India (@PTI_News) January 31, 2025
READ: https://t.co/PnEARzVD3f
VIDEO: #PunjabNews
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/5cjMWnvdcI
વાનમાં 20 થી વધુ લોકો હતા
પોલીસે જણાવ્યું હતું કે પિકઅપ વાનમાં 20 થી વધુ લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગના વેઈટર તરીકે કામ કરતા હતા, જેઓ જલાલાબાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે ધુમ્મસને કારણે પિકઅપ વાન ચાલકે પોતાના વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે એક મોટો માર્ગ અકસ્માત થયો.
પંજાબ સહિત ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ
તમને જણાવી દઈએ કે પંજાબ સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસ છવાયેલું રહે છે. આના કારણે, રસ્તાઓ પર દૃશ્યતા ઓછી રહે છે. વાહનો અથડાવાનો ભય રહે છે
