1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 31 જાન્યુઆરી 2025 (12:36 IST)

કિન્નર અખાડાની મોટી એક્શન, મમતા કુલકર્ણી-લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વર પદ પરથી હટાવ્યા

Breaking news
Mahakumbh:  પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વચ્ચે કિન્નર અખાડાએ મોટુ પગલુ ઉઠાવ્યુ છે. કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજય દાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર પદ અને અખાડાથી બહાર કરવામાં આવ્યા છે. 
 
ઉલ્લ્ખેનીય છે કે પ્રયાગરાજમાં આયોજીત મહાકુંભ પહોચી અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસીની દીક્ષા લઈ લીધી હતી. અભિનેત્રીને નવુ નામ આપવામાં આવ્યુ હતુ. દીક્ષા આપ્યા બાદ મમતા કુલકર્ણીએ ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા હતા. ત્યારબાદ તેમને કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનાવ્યા પછી જોરદાર વિરોધ થઈ રહ્યો છે. હવે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવ્યા પછી કિન્નર અખાડામાં ક્લેશ શરૂ થયો હતો.
 
ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીએ થોડા દિવસો પહેલા પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. મહાકુંભ દરમિયાન કિન્નર અખાડામાં મમતા આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને મળ્યા હતા. આ પછી, મમતાએ સંગમમાં પિંડદાનની વિધિ કરી અને તેમનો રાજ્યાભિષેક કિન્નર અખાડામાં થયો. મહાકુંભમાં સંન્યાસ લીધા પછી, મમતા કુલકર્ણીને એક નવું આધ્યાત્મિક નામ 'શ્રી યમાઈ મમતા નંદ ગિરિ' આપવામાં આવ્યું. આ સાથે, તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  
 શેયર કર્યો હતો વીડિયો 
 
તેણીએ મહાકુંભના ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા, જેમાં તે ભગવા વસ્ત્રો પહેરેલી સાધ્વીઓ સાથે ઉભી જોવા મળી રહી હતી. અગાઉ, ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલી એક ક્લિપમાં, અભિનેત્રી કહેતી જોવા મળી હતી, “નમસ્તે મિત્રો, શુભ સવાર, હું કાલે દુબઈ પાછી જઈ રહી છું અને જાન્યુઆરીમાં હું કુંભ મેળામાં હાજરી આપવા આવીશ. હું શાહી સ્નાન કરવા અને ડૂબકી લગાવવા માટે અલ્હાબાદ પાછો આવીશ. ત્યાં સુધી તમે બધા પોતાનું ધ્યાન રાખજો. હું મારા બધા ચાહકોનો આભારી છું જેમણે મને આટલો પ્રેમ આપ્યો અને મને આટલો પ્રેમ આપવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.”