શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By

Dashama Vrat 2023 - દશામા વ્રત પૂજન કેવી રીતે કરવો, જાણો 11 કામની વાત

dashama vrat
દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે .

પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી.
 
દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા. માટીની સાંઢવી બનાવી તેનું પૂજન કરવું. દસમે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવવી.
 
પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું. યથાશ્કતિ સોનું , ચાંદી કે પંચ ધાતુની સાંઢણી બનાવરાવી બ્રાહ્મણને દાનમાં આપવી. વસ્ત્રદાન કરવું. 
 
દક્ષિણા આપવી. ભક્તિભાવ પૂરવ્ક દશામાનું વ્રત કરનારની સુખ્-શાંતિ અબે સમૃદ્ધિ જણવાઈ રહે છે.
 
આ વ્રત કરવાથી દશામા પ્રસન્ન થઈ વ્યક્તિની દશામાં સુધારો કરે છે. 
 
આ વ્રત કરવાથી ઘરથી દરિદ્રતા દૂર થઈ જાય છે. 
 
આ વ્રતથી પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ તથા પ્રામાણિકપણે સમૃદ્ધિ મળે છે. 
 
 દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે સદ્કર્મો કરવાથી કર્મયોગની પ્રાપ્તિ થાય છે

edited By-Monica Sahu