1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
  4. Two soldiers, two laborers died in Jammu Kashmir

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Two soldiers
ગુરૂવારે રાત્રે જમ્મુ કાશ્મીરના બારામુલ્લાના બોટાપથરીમાં ભારતીય સેનાના વાહન ઉપર ઉગ્રવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
 
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપૉર્ટ પ્રમાણે, આ ગોળીબારમાં બે સૈનિક અને બે હમાલ સહિત ચારનાં મૃત્યુ થયાં છે. સૈનિકોએ વળતો ગોળીબાર કરીને આ હુમલાનો જવાબ આપ્યો હતો.
 
જમ્મુ કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે હુમલાને 'શક્ય એટલા કડક શબ્દોમાં' વખોડી કાઢ્યો હતો અને તાજેતરમાં વધી રહેલા હુમલાઓ ઉપર ચિંતા પ્રગટ કરી હતી. આ સિવાય મૃતકોના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી.
 
રાજ્યના ઉપ-રાજ્યપાલ મનોજ સિંહાએ ટ્વિટ કરીને હુમલાને હીચકારું કૃત્ય ગણાવ્યું હતું. તેમણે 'આતંકવાદીઓ'નો સફાયો કરવા માટે નિર્દેશ આપ્યા હોવાની વાત કહી હતી. આ સિવાય તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો જલ્દીથી સાજા થાય એના માટે કામના કરી હતી.
આગળનો લેખ
Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા