Dashama Sthapana Muhurat 2026 - ક્યારથી શરૂ થશે દશામાનુ વ્રત ? જાણો શુભ મૂહુર્ત, પૂજા સામગ્રી અને દશામાની પૂજા વિધિની સમ્પૂર્ણ માહિતી
dashama vrat shubh muhurat
આ વર્ષે 10 દિવસીય દશામા વ્રતનો પ્રારંભ 12 ઓગસ્ટ 2026, બુધવાર (અષાઢ વદ અમાસ - દિવાસો) ના રોજથી થઈ રહ્યો સતત 10 દિવસ સુધી ચાલનારા આ વ્રતમાં માતાજીની મૂર્તિ અથવા સાંઢડીની સ્થાપના કરીને પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભક્તો 10 દિવસ શ્રદ્ધાપૂર્વક દશામાની પૂજા અર્ચના કર્યા પછી 21 ઓગસ્ટ 2026 શનિવારના રોજ વહેલી સવારે સૂર્યોદય પહેલા દશામાતાની મૂર્તિનુ વિસર્જન કરશે.
દશામા વ્રત તારીખ અને શુભ મુહૂર્ત 2026
12 ઓગસ્ટ 2026, બુધવાર - પૂજનનુ શુભ મુહૂર્ત
દશામાં વ્રત પ્રારંભ અને મૂર્તિ સ્થાપના : સવારે 06:15 થી 09:30 કલાક સુધી
બ્રહ્મ મુહૂર્ત - સવારે 04:47 થી 05:31 કલાક સુધી
પ્રાતકાળ સવારે - સવારે 05:09 06:15 કલાક સુધી
વિજય મુહૂર્ત - બપોરે 02:54 થી 03:46 કલાક સુધી
ગોધૂલી મુહૂર્ત - સાંજે 07:14 થી 07:36 કલાક સુધી
સંઘ્યાકાળ મુહૂર્ત - સાંજે 07:14 થી 08:20 કલાક સુધી
વ્રત જાગરણ (પૂર્ણાહુતિ): 21 ઓગસ્ટ 2026, શુક્રવાર
(શ્રાવણ સુદ નોમ)મૂર્તિ વિસર્જન: 22 ઓગસ્ટ 2026, શનિવાર (વહેલી સવારે સૂર્યોદ પહેલા નદી કે તળાવમાં)
દશામા વ્રતની પૂજા સામગ્રી
- દશામાની માટીની મૂર્તિ અથવા સાંઢડી (જ્યાં માતાજી બિરાજમાન હોય)
- પૂજા માટે બાજઠ (પાટલો) અને લાલ રંગનું કાપડ
- અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર, ચોખા અને જનોઈસુતરનો દોરો (બહેનો માટે વ્રતનો દોરો - જેમાં 10 ગાંઠ મારવામાં આવે છે)
- કળશ, નાળિયેર, સોપારી અને પાનધૂપ, દીવો (ઘી અથવા તલના તેલનો), કપૂર અને આરતી માટેની થાળી
- નૈવેદ્ય માટે સુખડી અથવા લાડુ, તાજા ફળો અને ફૂલ-હાર
- પૂજા માટે બાજઠ (પાટલો) અને લાલ રંગનું કાપડ
- અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર, ચોખા અને જનોઈસુતરનો દોરો (બહેનો માટે વ્રતનો દોરો - જેમાં 10 ગાંઠ મારવામાં આવે છે)
- કળશ, નાળિયેર, સોપારી અને પાનધૂપ, દીવો (ઘી અથવા તલના તેલનો), કપૂર અને આરતી માટેની થાળી
- નૈવેદ્ય માટે સુખડી અથવા લાડુ, તાજા ફળો અને ફૂલ-હાર
દશામા સ્થાપના અને પૂજા વિધિ
- પવિત્રીકરણ: સ્થાપનાના દિવસે વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને પૂજાના સ્થાનને સાફ કરી ગંગાજળ છાંટો.આસન અને કળશ સ્થાપના: એક બાજઠ (પાટલા) પર લાલ કપડું પાથરો. તેની ડાબી બાજુએ ચોખાની ઢગલી કરી તેના પર કળશ સ્થાપિત કરો. કળશમાં પાણી, સોપારી, સિક્કો નાખી ઉપર નાળિયેર મૂકો.
- મૂર્તિ સ્થાપન: બાજઠની વચ્ચે ચોખાની ઢગલી કરી તેના પર દશામાની મૂર્તિ કે સાંઢડીને આદરપૂર્વક પધરાવો.દીપ પ્રગટાવવો: માતાજીની જમણી બાજુએ ઘી અથવા તેલનો અખંડ દીવો પ્રગટાવો, જે વ્રતના દિવસો દરમિયાન ચાલુ રાખવાનો પ્રયત્ન કરાય છે.
- સોળ સંસ્કાર પૂજા (ષોડશોપચાર): માતાજીને કંકુનો તિલક કરો, અક્ષત (ચોખા), અબીલ, ગુલાલ અને સિંદૂર અર્પણ કરો. ફૂલ અને હાર ચઢાવો.
- દોરાનું પૂજન: સુતરના દોરાને કંકુથી રંગી, તેમાં 10 ગાંઠો લગાવી માતાજીની સન્મુખ પૂજામાં મૂકો. પૂજા પછી આ વ્રતનો દોરો સ્ત્રીઓ પોતાના ડાબા હાથે (અથવા ગળામાં) ધારણ કરે છે.ભોગ અને આરતી: માતાજીને સુખડી, લાડુ કે શીરાનો ભોગ ધરાવો. ધૂપ-દીપ કરી કપૂરથી દશામાની આરતી ઉતારો.
- કથા શ્રવણ: પૂજા પૂર્ણ થયા પછી હાથમાં ચોખા રાખી દશામા વ્રતની પૌરાણિક વાર્તા કે વ્રતકથાનું શ્રવણ અથવા વાંચન અચૂક કરો. અંતમાં માતાજી પાસે સુખ, સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરો.
દશામાની વ્રતકથા
એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના ઝરૂખામાંથી જોયુ તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી. રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે. રાણીએ રાજાને વાત કરી. રાજાએ અભિમાનથી કહ્યું, "હે દેવી ! આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે. આપણી પાસે તો બધું જ છે. આ વ્રત અને એ દશામાં આપણું શું ભલું કરવાનાં છે ? તમારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી. રાજા દશામાનું અપમાન કરે છે. રાણી રાજાથી સિસાય જાય છે. આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી. તે મહેલમાંથી નીકળી નદીકિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે. વ્રતી બહેનોએ કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દશ તાર લઈ, દશ ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંલ્લા કરવા. ત્યાર બાદ સ્ત્રીએ આ વ્રત કરવું. દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે. પણ રાજા અભિમાનમાં ચકચૂર હતા. તેમણે આ વ્રતની ના પાડી, પુનઃ દશામાનું અપમાન કર્યું, તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો.
એક દિવસે દશામાએ રાજાને સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું... બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને ચઢી આવ્યો. જીવ બચાવવા રાજા તેની રાણી તથા બે કુંવરોને લઈ જંગલમાં ભાગ્યો. ઘોર જંગલમાં રાજા-રાણી પરિવાર સાથે દુઃખી થયાં. રસ્તામાં એક વાવ આવી ત્યાં રાજા પાણી લેવા ઊતર્યા. પાછળ બે કુંવરો પણ ગયા. દશામાએ અદૃશ્ય થઈ બે કુંવરોને વાવમાં ખેંચી લીધા. રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાનો આ કોપ છે. એ રાણીને આશ્ર્વાસન આપતાં સમજાવે છે કે જેણે આપ્યા તેણે જ લઈ લીધા. હવે એ જ આપશે. આગળ જતાં રાજા-રાણીને અનેક દુઃખો સહન કરવા પડ્યાં. એક વાડીમાં ગયા તો ત્યાંના ફળ-ફૂલ નાશ પામ્યાં. માળીએ આ બંને પાપી છે એમ માની માર મારી ભગાડ્યાં. રાજા તેમની બહેનના નગરમાં આવે છે. બહેન સોનાની ગાગરમાં ભાઈ માટે સુખડી તથા સોનાની સાંકળ મોકલે છે પણ દશામાના કોપથી સુખડી ઈંટના કકડા બની ગઈ અને સોનાની સાંકળ કાળો નાગ બની ગયો. આ ગાગર પિત્તળની થઈ ગઈ. આ બધુ જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યો.
આગળ જતાં એક વાડીમાંથી તેમણે વાડીના માલિક પાસે ખાવા માટે ચીભડું માગ્યું. ખેડૂતને દયા કરીને એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવવી.
એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલાં રિસઈને ભાગી ગયો હતો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું. કુંવરના માથા પર નજર પડતા જ સિપાઈઓએ દોડીને રાજાને પકડી લીધો.. દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજા બધી વાત કરી. રાજાએ પોતાના કુંવ રની હત્યા કરવા બદલ અભયસેનને કાળ કોટડીનો હુક્મ આપી બંદીખાનામાં નાખી દીધો..
રાજા વગર વાંકે કેદ થયો . તેથી રાણી અનંગસેના પર દુખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી. લાકડાનો ભારો લઈ આવતી . એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અનંગસેનાએ અષાઢની અમાસે એટ્લે કે દિવાસના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામા વ્રતના દશે દસ દિવસ નકોરડા ઉપવાસ કર્યા. અને માની ભક્તિ કરી..જે રાજાએ અભયસેનને કેદ ક ર્યો હતો તેમનો કુંવર હેમખેમ ઘરે પાછો આવ્યો. તેથી અભયસેનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. રાજા રાણી જંગલમાંથી ચાલતાં ચાલતાં આગળ નીકળ્યા. ત્યાં એક વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામા વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભાં છે. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા-રાણી તરત માતાજીને ઓળખી ગયાં. માના પગમાં પડી ગયાં. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતાં કહ્યું,
હે રાજા ! હવે તારું અભિમાન ઓગળી ગયું છે. લે તારા દીકરા. તું જે વાટે અહીં આવ્યો છે તે વાટે પાછા ફરો. તમે જે સુખ માટે ઇચ્છા કરતાં હતાં તે સઘળાં સુખ મળશે. તમને તમારું રાજ્ય પાછું મળશે.
રાજા-રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યાં. પ્રજાના સાથથી પુનઃ રાજ્ય પાછું મેળવી સુખેથી રહેવા લાગ્યાં. રાજા-રાણીએ દશામાના આશીર્વાદ મેળવી કહ્યું, હે દશામા ! જેવાં અમને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌને ફળજો.