મંગળવાર, 17 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 28 જાન્યુઆરી 2026 (13:21 IST)

Ajit Pawar Wife And Family : શુ કરે છે અજીત પવારની પત્ની અને પુત્રો ?

ajit pawar wife
ajit pawar wife

મહારાષ્ટ્ર ડિપ્ટી સીએમ અજીત પવારના મોત પછી પરિવાર ચર્ચામાં 
 

બારામતીમાં લૈંડિંગ દરમિયાન વિમાન દુર્ગટનાના સમાચારે આખા મહારાષ્ટ્રને હલાવી દીધુ છે. ડિપ્ટી સીએમ અને એનસીપી નેતા અજીત પવારને લઈને આવેલી રિપોર્ટ્સ પછી રાજનીતિની સાથે સાથે તેમના વ્યક્તિગત જીવનને લઈને પણ લોકોની જીજ્ઞાસા વધી ગઈ છે. લોકો જાણવા માંગે છે કે તેમના પરિવારમાં કોણ-કોણ છે અને તેમની પત્ની શુ કરે છે.  
 

અજીત પવારની ફેમિલીમાં કોણ-કોણ ? 
 

અજીત પવારનો પરિવાર સંખ્યામાં સીમિત છે, પણ સાર્વજનિક જીવનમાં તેમની હાજરી હંમેશા સ્પષ્ટ દેખાય છે. અજીત પવાર સાથે તેમની પત્ની સુનેત્રા પવાર અને બે બાળકો પાર્થ અને જય પરિવારનો ભાગ છે. તેઓ મોટેભાગે રાજનીતિક અને સામાજીક કાર્યક્રમોમાં પરિવાર સાથે જોવા મળતા હતા, જેમા તેમની પારિવારિક છબિ પણ મજબૂત બની રહી. બારામતીમાં પવાર પરિવારને ફક્ત એક રાજનીતિક પરિવાર નથી, પરંતુ એક ઓળખના રૂપમાં જોવામાં આવે છે. 
 

કોણ છે અજીત પવારની પત્ની સુનેત્રા પવાર, શુ કરે છે ?
 

અજીત પવારની પત્ની સુનેત્રા પવાર, પૂર્વ મંત્રી પદ્મસિંહ પાટિલની પુત્રી છે. તે સામાજીક કાર્યો અને ક્ષેત્રીય કાર્યક્રમોમાં સક્રિય રહે છે. તે એનસીપી સાથે જોડાયેલ રહી અને મહારાષ્ટ્રથી રાજ્યસભા સાંસદના રૂપમાં પણ કામ કરી રહી છે, એવી રિપોર્ટ્સ સામે આવી છે. તેઓ બારામતી ટેક્સટાઇલ કંપનીના અધ્યક્ષ પણ છે અને, પર્યાવરણીય ફોરમ ઓફ ઇન્ડિયાના સીઈઓ તરીકે, સામાજિક અને પર્યાવરણીય કાર્યોમાં સક્રિય રહ્યા છે. ચૂંટણી  સમયે તેઓ અજિત પવાર સાથે રેલીઓ અને જનસંપર્ક ઝુંબેશમાં જોવા મળતા હતા, જે તેમની રાજકીય સમજ અને સક્રિયતાનું સ્પષ્ટ પ્રદર્શન કરે છે.
 

શું કરે છે અજિત પવારના પુત્રો ?

 

અજીત પવારના મોટા પુત્ર પાર્થ પવારે રાજકારણમાં પ્રવેશ કર્યો અને 2019ની લોકસભા ચૂંટણી લડી. જોકે આ પ્રયાસ નિષ્ફળ ગયો, તે સ્પષ્ટપણે દર્શાવે છે કે પરિવારની આગામી પેઢી પણ રાજકારણને સમજવા અને પ્રયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન, નાના પુત્ર, જય પવારે, રાજકારણથી અંતર જાળવી રાખ્યું અને વ્યવસાયિક દુનિયામાં સક્રિય રહ્યા. બંને પુત્રોએ અલગ અલગ માર્ગો પસંદ કર્યા, પરંતુ પવાર નામની રાજકીય ઓળખ તેમની સાથે રહી.

અજીત પવાર અને શરદ પવારનો સંબંધ

 
અજીત પવાર પીઢ નેતા શરદ પવારના ભત્રીજા હતા. શરદ પવારને મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય રાજકારણમાં સૌથી અનુભવી વ્યક્તિઓમાંના એક માનવામાં આવે છે. આ પારિવારિક સંબંધે અજિત પવારની રાજકીય શરૂઆત અને પ્રગતિમાં મુખ્ય ભૂમિકા ભજવી. સમય જતાં, તેમના રાજકીય નિર્ણયો અને માર્ગો અલગ થયા, પરંતુ પવાર પરિવારના મૂળ અને પ્રભાવ બારામતીથી દિલ્હી સુધી અનુભવાયો.
 

અજીત પવારનો રાજકારણમાં પ્રવેશ: સહકારીથી સત્તા સુધી

 
અજીત પવારે 1982માં સહકારી ચૂંટણીઓ દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યો. મહારાષ્ટ્રમાં, સહકારી સંસ્થાઓને સત્તા મેળવવા માટે એક મજબૂત સીઢી માનવામાં આવે છે, અને અજિત પવારે આ માર્ગે પોતાના પગ જમાવ્યા. 1991 માં, તેઓ પુણે જિલ્લા સહકારી બેંકના ચેરમેન બન્યા, અને ત્યારબાદ તેમનુ રાજકીય કરિયર ઝડપથી આગળ વધ્યુ. ધારાસભ્ય, મંત્રી અને પછી નાયબ મુખ્યમંત્રીના પદ સુધીના તેમના ઉદય દરમિયાન બારામતી તેમનો મજબૂત આધાર રહ્યો.