1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

મટન કોરમા

મટન
N.D
સામગ્રી - 500 ગ્રામ મટન, 250 ગ્રામ ઘી, 200 ગ્રામ દહી, 200 ગ્રામ ડુંગળી, 10 ગ્રામ આદુ, 3 નાની ચમચી ઘાણાજીરુ, 2 નાની ચમચી વાટેલુ લાલ મરચુ, 3/4 નાની ચમચી મીઠુ, 4-5 તમાલપત્ર, 1/2 વાડકી આખો ગરમ મસાલો (જીરુ, કાળા મરી, નાની ઈલાયચી, લવિંગ, જાયફળ, જાવિત્રી)

બનાવવાની રીત - 1 ડુંગળીને કાપીને મૂકો. બાકીની ડુંગળી, આદુ, ધાણા જીરુ અને લાલ મરચુને મિક્સ કરીને વાટી લો. ઘી ગરમ કરી તેમા સમારેલી ડુંગળી અને મીટને નાખીને સારી રીતે સેકી લો. સેકેલા મીટને ઘી માંથી બહાર કાઢી લો.

ગરમ ઘી માં આખો ગરમ મસાલો અને તમાલપત્ર નાખીને તતડાવો. વાટેલી ડુંગળીનુ મિશ્રણ નાખીને સારી રીતે સેકો. સેકેલા મિશ્રણમાં દહી નાખો અને ત્યા સુધી સેકો, જ્યા સુધી એ કુરકુરુ ન થઈ જાય.

આ મસાલામાં મટન અને મીઠુ નાખો અને સારી રીતે મિક્સ કરો. દોઢથી 2 વાડકી પાણી નાખીને કુકરમાં 10 મિનિટ સુધી થવા દો. ગરમા-ગરમ પીરસો.
About Writer
વેબ દુનિયા